________________
૧૦૯
રાજ્યમાં ભેળવી દીધા જાય છે. ત્યારપછી પૃથ્વીરાજ ચૌહાણના વંશજ પુરષા પાલનદેવ નામના પુરૂષે આ સ્થળે સત્તા જમાવી. પતાઈ રાવળ આ વશના ચૌદમા પુરુષ હતા. પતાઈ રાવળના ઉન્માદને લઈ દેવીના કાપ થયા, અને ગુજરાતના બાદશાહના તાબામાં પાવાગઢ પડયું. તેના નાશ થયા પછી વડેદરા, ભરૂચ, સુરત, વિગેરે નગરેસમાં પાવાગઢની ભાગેલી વરતી વસી એમ મનાય છે. ત્યારપછી મરાઠા સરદાર સિ ંધીઓના તાબામાં તે સ્થાન ગયું, અને ત્યારપછી બ્રિટીશ રાજ્યસત્તામાં પંચમહાલમાં આવ્યું.
આ સ્થાનની અધિષ્ઠાત્રી કાલિકાનું યજનપૂજન દક્ષિણમાથી જાડાપચાર, અને ખીજા મિશ્રાપચાથી થાય છે; અને વંશપરંપરાથી ભટજીના વંશજો તે યજનપૂજન કરે છે. દર વર્ષે` સહસ્રચંડી, તથા એ શતચંડીનાં અનુષ્ઠાના થાય છે. જૂના કાળમાં નૈમિત્તિક પૂજન વખતે પશુવધ થતા હશે, પરંતુ હાલ તેવું કઇં જણાતું નથી, અને દક્ષિણમાનુ પ્રાધાન્ય છે, એટલે કલકત્તાની કાલિકા દેવી સાથે જે
ભત્સ અને ભયંકર ભાવના અથવા આચારા જોડાયા છે તેવા આ સ્થાનની કાલિકાદેવી સાથે જોડાયેલા નથી. પ્રથમ સિધીઆ સરકારે લટને ત્રણ ગામ ૪નામ આપેલાં, પરંતુ પાછળથી ભમૂછના વશજોએ તે ઇનામ રાકાહ તરીકે બદલાવ્યું જણાય છે.
કાલિકાની માન્યતા ગુજરાતમાં સર્વત્ર પ્રસરેલી છે, અને આ આદ્યાની પીઠની છાયા ધાં સ્થાનામાં છાયા રૂપે પ્રસરેલી છે. ગુજરાતની કાલિકાને ભદ્રકાલી નામ આપવામાં આવે છે, એટલે તેમાં વામા અથવા ભરવી કાલિકા નથી, પરંતુ દક્ષિણા અથવા દાક્ષાયણી શિવા કાલિકા છે, એવા ભાવ સ્પષ્ટ થાય છે.
* પાવકાચલની કાલિકાની પૂજનપદ્ધતિ વિગેરે માહિતી ભટજી બાલાશંકર મહાશ કર તરફથી મને મળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com