SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બાવચિત્ર નિરાશાજનનું પરિણારવામાં આવે ભાવના દશ મહાવિદ્યા પૈકી કોઈપણ મહાવિદ્યાનું પ્રતીકપૂજન કરનાર પ્રસંગે દેવીની સ્થૂલ મૂર્તિની પણ પૂજા કરે છે. આ મૂર્તિ પણ પ્રત્યેક દેવીની જુદી જુદી હોય છે. તેનાં વાહન, આયુધે, તેની પરિવાર દેવતાઓ, તેનાં અંગ તથા પ્રત્યંગ, તેની મુદ્રાઓ શક્તિના રહસ્યનાં કટક હોય છે. ઉદાહરણ તરીકે મહિષમર્દિની ચંડીની મૂર્તિ તે અજ્ઞાનરૂપ મહિષને મારનારી છે; તેને સિંહનું વાહન છે, એટલે તે પરતંત્ર પ્રાણીને આશ્રય લેનારી નથી, પરંતુ સ્વતંત્ર અને બલવાન પ્રાણીને નિમિત્ત કરી, પિતાનું કાર્ય સાધે છે; તેની આઠ ભુજાનાં આયુધે પાપીનાં નાશ કરનારાં ચિતરવામાં આવે છે; તેની અભય અને વર મુદ્રાઓ ભક્તજનનું પરિપાલન કરવાનું સૂચવે છે–આ વિગેરે ભાવચિત્ર મૂર્તિમાં આલેખવામાં આવે છે. કેવલ મનુષ્યભાવના આ મૂર્તિઓમાં ગુંથાએલી હતી નથી, અને તેથી સ્કૂલ પ્રતિમાને બદલે સૂક્ષ્મ ભાવબોધક મૂર્તિ દેવીની રચવામાં આવે છે. ઘણું સ્થૂલ મૂર્તિને જ દેવી માને છે, અને અંદરના સૂક્ષમ ભાવને ઉકેલી શકતા નથી તેમાં શાક્તતંત્રને અથવા સંપ્રદાયને દોષ નથી, પરંતુ ઉત્તમ શાક્તગુના અભાવનું પરિણામ છે. શાક્ત તંત્રના અનુભવી ગુરુજને આ સવ તંત્રનાં ઉપકરણોને સમજાવી શકે છે, અને જડ વસ્તુઓમાં ચેતનતા જગવી શકે છે. મહાકાલીનું પણ રૂપ કપૂરાદિસ્તોત્રમાં રહસ્યભાવનું બાધક ઉકેલવામાં આવ્યું છે, અને આ ઉત્કીલન થયા પછી પ્રથમ દર્શને જે વિચિત્ર જુગુપ્સા જગવનાર કાલી દેખાય છે તે પરીક્ષકની દૃષ્ટિએ કેવલ્યપ્રદા આદ્યા શકિત છે, એમ ફુરે છે. પ્રત્યેક ધર્મ સમજણ વિના અપધર્મ, વિધર્મ, અથવા અધર્મ બની જાય છે. રીવોમાં પણ કાપાલિકા અને અરપંથીઓમાં ક્યાં અપધર્માદિ વિકૃતિ નથી ? વૈsણોમાં પણ ક્યાં કામાદિ સ્વછંદવિહાર અપધર્મરૂપે ઉભે થે નથી? સેરેમાં નગ્નવિહાર કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy