________________
ષોડશ ઉપચારથી પૂજન કરવાની વિધિ હોય છે. બ્રાહ્મણ જાતિની જ કન્યા પૂજ્ય હોય એવો નિયમ નથી. શક અને અતિશક જાતિની કુમારિકાને બોલાવી, સ્નાન, આસન વિગેરે આપી, તેમનામાં શક્તિનું સચેતનરૂપ છે, એમ કલ્પી તેમનું મન પ્રસન્ન થાય તેવી રીતે આહાર, વસ્ત્ર, અલંકાર વિગેરે આપવામાં આવે છે. વીર અધિકારવાળા શાકતો યુગ્મપૂજા કરે છે, એટલે દંપતીને શિવશક્તિ રૂપે સત્કાર કરે છે; અને ચક્રપૂજન સમયે જાતિભેદ માનવામાં આવતો નથી. પંચમકારનો ઉપયોગ થાય છે, પરંતુ તે નિયમવિધિ વડે કરવાનો હોય છે. જેઓ નિયમવિધિનો ત્યાગ કરે છે, તેમને, જે પીઠાધિકારી ગ્ય વિદ્યાવિનયસંપન્ન હોય છે તે, ચક્રપૂજનમાંથી બાતલ કરવામાં આવે છે, અને પશુ આધકારમાં પાછો મોકલવામાં આવે છે.
નિત્ય અને નૈમિત્તિક પૂજનમાં યજનીય દેવીને ઘણે ભાગે પ્રતીક રૂપે લેવામાં આવે છે. એટલે કે કાં તે યંત્રમાં પીઠસ્થાપના કરી, અથવા માટીના છિદ્ધવાળા ઘડામાં ઘીના દીપકની સ્થાપના કરી, અથવા એક બાજઠ ઉપર કેળના છેડ ચાર બાજુએ ગોઠવી, રેશમી વસ્ત્ર વીંટાળી, શિખર ઉપર દર્પણ ગોઠવી, તેમાં ગર્ભસ્થાને સબિંદુ ત્રિકેણ કંકુથી રચી, અથવા માટીના કુંડામાં ગાયના છાણ વડે અથવા શુદ્ધ માટી વડે પૂરણ કરી તેના ઉપર જલસિંચન કરી, તેમાં જવના દાણા નાંખી, જવારા ઉગાડી, દેવીનું પૂજન કરવામાં આવે છે. યંત્રપીઠમાં શકિતની ભાવના બાંધવાને ક્રમ પાછલા પ્રકરણમાં આવી ગયો છે. માટીના છિદ્રવાળા ઘડામાં દીપકની સ્થાપના તે નવરંધરૂપ આપણું સ્થૂલ દેહમાં ચિન્મયી દેવીની સ્થાપનાનું સૂચક પ્રતીક છે; બાજઠ ઉપરની રચના માતકાની ભાવના આપનાર પ્રતીક છે; જવારાની રચના તે મંત્રાક્ષરનાં બીજકે દેવીની વિદ્યાને પ્રસવ કેવી રીતે થાય છે તેનું સ્વરૂપ જણાવનાર પ્રતીક છે. જવારાના ખીલવા ઉપર શકિતનો ઉપાસક પિતાના મંત્રના ખીલવાનું
અનુમાન બાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com