________________
જે ધર્મ ગુરુશિષ્યની પરંપરામાં ઓઘ રૂપે અથવા પ્રવાહ રૂપે એકવીસ પેઢીથી અવિછિન ચાલ્યો આવે તેને સંપ્રદાય એવું નામ આપવામાં આવે છે. આ પ્રવાહ પ્રસંગે દેશ, કાળ, નિમિત્ત બદલાતાં વિછિન પણ થઈ જાય છે, અને તેને પુનરુદ્ધાર પણ કર્યું પ્રતાપી ધાર્મિક કરી શકે છે, જેમકે અત દર્શનને પુનરુદ્ધાર શંકરાચાર્યો કર્યો, ભક્તિદર્શનને પુનરુદ્ધાર શ્રી રામાનુજાચાર્યો તથા શ્રી વલ્લભાચાર્યો કર્યો. ઘણે ભાગે મૌલિક પ્રવાહ શુદ્ધ જાતિને હેય છે, તે તે જેમ સરસ્વતી નદી ભૂમિમાં શમી જઈ પુનઃ નવા સ્થાનમાં પ્રકટ થઈ સમુદ્રમાં મળે છે, તેમ ધર્મપ્રવાહ પણ ઈતિહાસના કઈ કઈ ગાળામાં લોપ પામે અથવા સૂકાઈ જાય, તોપણ અનુકૂલ સામગ્રી મળતાં પિતાના શુદ્ધરૂપમાં પુનઃ પ્રકટ થાય છે. જેઓ વર્તમાનપત્રો વાંચવાના શોખીન હશે તેમને જણાયું હશે કે બેહધર્મનું પુનર્જીવન હિન્દુસ્થાનમાં કેવા રૂપમાં થતું ચાલ્યું છે. કેટલાં ખંડેરોના અવશેષો બહાર પડે છે, કેટલાં વિહારે અને સ્તૂપનો પુનરુદ્ધાર બહારની બેઠપ્રજાથી થતા જાય છે; બોદ્ધ સાહિત્ય પ્રતિને અણગમે હવે કેટલો ઘટી ગયો છે.
શાક્તસંપ્રદાય આપણી ભારતવર્ષની ભૂમિમાં ઘણે પ્રાચીન છે, અને તેની વ્યાપ્તિ પ્રત્યેક સંપ્રદાય અને પંથમાં એટલી બધી થયેલી છે કે શક્તિના સ્પર્શ વિનાનો કોઈ વાસ્તવ ધર્મ નથી. ધારણ કરવાની શક્તિ જેમાં ન હોય તે ધર્મજ ન કહેવાય. આ શક્તિનું મૂલસ્વરૂપ કેવા પ્રકારનું છે, તેને બ્રહ્મવસ્તુ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, તેના વ્યહે અને પ્રકારે કેવા અને કેટલા પ્રકારના છે, તેને લગતું સાહિત્ય ક્યાં કયાં રહેલું છે, વિગેરે શોધકવૃત્તિથી મેં તપાસી જોયું છે; અને આ સંશોધનના ફલ રૂપે આ સોળ પ્રકરણની કલાવાળે નિબંધ રચાયો છે. આ નિબંધના અભ્યાસ વડે શાક્તસંપ્રદાયના સારા અંશો સમજાયાથી તે સંપ્રદાયના અશુદ્ધ પરિણામો સત્વર સમજી
શકાશે, અને ગ્રાહ્ય અને ત્યાજ્યને વિવેક સ્પષ્ટ થશે, એવી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com