________________
ગર્ભ નામવાળી હોય છે.*
મર્યાદિત શક્તિવાળા ગુરુઓ માત્ર પોતે સિદ્ધ કરેલી વિદ્યાની જ દીક્ષા આપી શકે છે, પરંતુ સિદ્ધગુરુ અથવા દિવ્યગુરુ ગમે તે સાધકનું કલ્યાણ કરનારી દીક્ષા આપી શકે છે.
સાધકના ત્રણ પ્રકાર માનવામાં આવે છે. (૧) પશુ અધિકારી, જેમનામાં દેખાતા મનુષ્યત્વ છતાં આસુરભાવ નિવૃત્ત થયા નથી, અને જેમનાં કામ, ક્રોધ, લોભ, મોહ*, મદY, અને માત્સર્ય એ છ પશુધર્મો નિયમવિધિ વડે પકવી શકાય તેવા છે તેવા સાધકે; (૨) વીર અધિકારી, જેમનામાં વીરનો ભાવ એટલે વીર્ય બળવાન છે, અને શક્તિસંગમ થવાથી જેમનું સ્વાભાવિક શૌર્ય ઝળકી ઉઠે તેવું છે તેવા; (૩) અને દિવ્ય અધિકારી એટલે જેમનામાં મનુષ્ય શરીર છતાં કામાદિ દોષોને લય થયું છે, અને જેમને શક્તિસંગમ જેવા ઉત્તેજક નિમિત્ત વિના વાસ્તવ શક્તિ એટલે સ્વરૂપનું ભાન અથવા વિમર્શ ફુટ થવામાં વાર લાગે તેમ નથી તેવા. સાંખ્યની પરિભાષામાં તામસ, રાજસ, અને સાત્વિક કહીએ, અથવા વેદાન્તની પરિભાષામાં કનિષ્ઠ, મધ્યમ, અને ઉત્તમ કહીએ તો ચાલે. પરંતુ શાક્તોના આ અધિકારનાં નામમાં ખાસ ભેદ એ છે કે તેમનાં સાધને પણ પશુ, વીર, અને દેવને છાજે તેવાં હોય છે.
તંત્રસાધનામાં સ્ત્રીને આવશ્યક સાધન માનવામાં આવી છે; અને તેવી જ રીતે સ્ત્રીને પણ પુરુષ સહાયક માનવામાં આવ્યો છે. આ સંબંધમાં વૈદિક જેવી રીતે પત્નીને સહધર્મચારિણું માને છે, તેવી રીતે તાંત્રિકે સ્ત્રીને પરમપવિત્ર સાધિકા માને છે. સ્ત્રી
વીણા સંબંધમાં જુઓ પશુપામોલ્વિર પ્રથમ ખંડ; ૨. શંકરાચાર્મના પ્રકારનું પ્રા . પ્રથમ પદ્ધતિ થઇ માર્ગની છે; બીજી પદ્ધતિ સામાજિક જાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com