________________
૬૩
પદ્ધતિ વડે ઇષ્ટદેવતાને સાક્ષાત્કાર કરાવનારી. આ ત્રણેને, અથવા કોઈ એકને આશ્રય લઈ સિદ્ધ મનુષ્ય શરીરમાં પ્રકટ થયેલા પરમશિવ મંત્રચૈતન્યને સાધકચિત્તમાં જગવે છે અને પરિણામે પૂર્ણભિષેકની પ્રાપ્તિ થયા પછી સાધક સિદ્ધપદમાં આવી વસે છે.
આ દીક્ષા આપવાના પ્રસંગે, અને ત્યારપછી સિદ્ધપદમાં પહોંચતા સુધી, સાધકનાં જીવનક્રમ ઉપર સિદ્ધગુરૂ ઘણી! દેખરેખ રાખે છે. આ દેખરેખ સામાન્ય ઉપદેશવાળી એટલે કહેવાકથવારૂપ હોતી નથી, પરંતુ નેત્રધારા, સ્પર્શદ્વારા, યંત્રધારા, અથવા ગમે તે સાધકને પ્રિય પદાર્થ હોય તેની દ્વારા સાધકમાં શક્તિપાત કરવામાં આવે છે, અને સાધકને ખબર પણ પડતી નથી કે તેના શરીરમાં પઠેલાં છત્રીસ તત્તનું શોધન શી રીતે થાય છે.
દીક્ષાને લગતી મંડપરચના, યંત્રરચના, દ્રવ્યરચના વિગેરે બાહ્ય ઉપચારે કંઈક ઉઘાડા અને કંઈક ઢાંક્યાએવા રૂપમાં કરવામાં આવે છે, અને સાધકના મસ્તક ઉપર ભગવતીના રક્તશુકલ પાદુકાની ભાવના કરી, તેના ક્ષાલનજલ વડે બ્રહ્મરંધ્રથી માંડી સુષણ માર્ગ પૃષ્ઠવંશના મધ્યની બ્રહ્મનાડીમાં જાણે કઈ પ્રકાશની લહરી વિદ્યુત જેવી ઊંડી ઉતરતી હોય એવી સ્થિરભાવના ગુરુ કરે છે. તે પ્રકાશલહરી શિષ્યના શરીરનાં ઘટક તત્વોમાં પેઠેલી પાપ સંસ્કારને જાણે બાળી નાંખતી હોય તેવું ચિંતવવામાં આવે છે, અને પછીથી શક્તિના મંત્રમય શરીરની સાધકના હદયમાં સ્થાપના કરવામાં આવે છે. આ રહસ્ય પ્રક્રિયા પાપનું ક્ષાલન કરનારી હોવાથી અને જીવનું જીવત્વ ટાળી, દિવ્યભાવ આપનારી હોવાથી દીક્ષા–એવા હેતુ
? જુઓ પરશુરામપસૂત્ર પ્રથમ સવંદ તથા નિત્યકરવો માસ દીક્ષાના સ્વરૂપ અને પ્રકાર સંબંધમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com