________________
તે જ ગ્રંથના પાશપરિચ્છેદમાં કહે છે કે –
આ સ્થળે એક રહસ્ય કહેવાનું છે. આ પરમેશ્વરની શક્તિ અવિકારી, અને આદિ અંત વિનાની છે; અખંડ ઉદય પામેલી રહે છે; નિરંતર જડ અને અજડ વસ્તુઓમાં સાધારણ ભાવ વડે વ્યાપી રહેલી હોય છે, અને તે વસ્તુઓની અનેક અવસ્થામાં પણ તે તે ધર્મને અનુસરતું રૂપ ધારણ કરી, સ્થિતિ કરીને રહે છે.”
મૃગેન્દ્ર આગમમાં પણ કહ્યું છે કે –“પરમેશ્વરનું કરણ અથવા સાધન શક્તિથી જુદું કંઈ નથી. તે શકિત અચેતન નથી, અનેક વિષયોનાં બંધ અને ક્રિયાઓમાં તે એક જ સમર્થ છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com