________________
}
'કાકુભાઇ કાળીદાસભાઈ રાડીયા
Clip
સૌરાષ્ટ્રના ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતી વ્યકિતની એવી કાંઈક વિશિષ્ટતા હોય છે જે ઉડીને આંખે વળગે. શ્રી કાકુભાઈની જીવનકિતાબના પાના ભાવી પેઢીને પ્રેરણારૂપ બને તેવા છે. પારખ દર પાસેના અડવાણા ગામના વતની શિક્ષણ પણ પૂરૂ′ લીધા વગર સ્વબળેજ ઝંઝાવતોની વચ્ચે ધંધામાં ઝંપલાવ્યુ સુધાની શરૂઆત વડીલાએ કરેલી, પણ એ ધંધાને સમૃદ્ધ બનાવવામાં શ્રી કાકુભાઇની દીવ પ્રષ્ટિએ ઔર તુ ૧૯૧૧માં આફ્રિકા ગયા. કાપડના ધંધામાં સારી એવી ખ્યાતિ પામ્યા. ઇસ્ટ આફ્રિકા- લેાંહાસનાતિના પ્રમુખ તરીકે, કમ્પાલાની મ્યુનિસિપાલીટીમાં ચેરમેન તરીકે, સેન્ટ્સ કાઉન્સીલ એસેસીએશનનાં ચેરમેન પદે, ઇન્ડીયન મરચન્ટ એસેસીએશન, યુગાન્ડા ફાઉન્ડેશન બ્લાઇન્ડ એસેસીએશનના મેમ્બર તરીકે, આફ્રિકાનો અને પેરબંદરની અનેક સામાજિક સંસ્થાએ સાથે સાંકળાએલા છે.. તન-મન-ધનથી મદદ પણ કરતાં રહ્યા છે. પિતાશ્રીના નામે કન્યાશાળા, સસ્તા ભાડાની ચાલીએ, અને એવા અનેક સખાવતા તેમણે અર્પી છે. પ્રેકટીકલ લાઇથી અંગ્રેજી શીખ્યા, યુગાન્ડાની ભાષા ઉપર ઘણાજ સારા કાબુ ધરાવે છે. રાણા સાહેબના કાળ દરમ્યાન ઘણીજ પ્રવૃત્તિઓમાં માખરે રહ્યાં હતાં. જીંદગીના ઘણા વર્ષોં આફ્રિકામાં ગાળ્યા છે. ત્યાં વસતા ભારતીજમાના સામા રાહબાર તરીકે ભારે માટી પ્રતિષ્ઠા પામ્યા છે. ભારતની વ્યાપારી આલમના એક અગ્રેસર તરીકે પણ ઘણુજ મેાટુ સ્થાન મેળવ્યું છે.
શ્રી જય'તિલાલ પ્રાગજીભાઈ પારેખ
મહુવાના જાણીતા પારેખ કુટુંબમા શ્રી પ્રાગજીભાઇ પારેખને ધેર એમના જન્મ સાધારણુ અભ્યાસ કરી ધંધાર્ચ, મુંબઇ આવ્યા કાપડ લાઇનમાં ખુબ જ ટુંકા પગારમાં નાકરીની શરૂઆત કરી, ખંતથી કામ કરી સૌના હૃદય જીતી લીધા. ઉત્તરાત્તર વિકાસ સાધી મુળજી જેઠા માર્કેટની અગ્રગણ્ય પેઢીમાં ભાગીદારીમાં જોડાયા અને ઇ.સ. ૧૯૪૦થી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી, ઉપાર્જન કરેલ દ્રવ્યના સદુપયોગ એમણે પોતાને હાથે જ કરવા માંડયા કાપડ બજારના મહાજનની સભ્ય તરીકે તેઓ વર્ષો સુધી રહ્યા હતા મહુવા કેળવણી સહાયક સમાજ ધ્વારા મહુવામાં શૈક્ષણીક સંસ્થા ઉભી કરવામાં તેમનુ* સામે એવું દાન છે દશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસ પ્રત્યે એમની ઊંડી સહાનુભુતિ છે. છેલ્લા ૨૫ વર્ષથી તેઓ તન, મન ધનથી સક્રિય રસ લઇ રહ્યાં છે. શ્રી દસાશ્રીમાળી બેડિંગ મહુવાની તેઓએ જુદા જુદા હોદ્દાઓ પર રહિ અપૂર્વ સેવા કરી છે તદુપરાંત દશાશ્રીમાળી વણિક વેલ્ફેર સેાસાયટીમાં તેઓ આગળ પરંતુ ભાગ લે છે.
-
ત્રિભુવનદાસ દુર્લભજી પારેખ
ભાવનગરમાં ટી. સી. બ્રધર્સ નામની ખ્યાતનામ પેઢીના અગ્રણી શ્રી પપુભાઇએ પેાતાના ધંધાને વિક્સાવવામાં જેટલા રસ લીધો છે એટલેાજ રસ સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓમાં પણ લેતા રહ્યા છે. સૌરાષ્ટ્રે ચૅમ્બર એક કામની કારોબારી સમિતિના સભ્ય તેમજ પેટ્રન છે. ભાવનગર આયર્ન એન્ડ સ્ટીલ મેરચન્ટ એસસીએશનના પ્રમુખ છે. પેટ્રોલીયમ પ્રેાડકટસના વેપાર સાથે ૩૫ વર્ષથી સંકળાયેલા છે. પાલીતાણા જૈન બાલાશ્રમને આર્થિક અને વહીવટી જે મદદ કરી છે તેની એ ઉદાર સેવાની નોંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com