________________
૮૫
જ્યાં જરૂર પડી છે ત્યાં પોતે પણ આર્થિક મદદની પહેલ કરી છે. કશા પણ ભેદભાવ વગર. ગામાયત કામાને બળ મળે તે સારૂ તેમના નિષ્ઠાભર્યા પ્રયાસેા પ્રશંસા માગી લ્યે છે. દામનગર અને અમરેલી જિલ્લાના અગ્રણી વ્યાપારીઓમાં તેમની ગણના થાય છે.
શ્રી હીરાલાલ હરીલાલ ગાંધી
સાધુ સતાની સેવા અને પૂરી ધર્મભાવનાથી ર'ગાયેલા ઉનાપથકના વિકાસ કાર્યાના પ્રણેતા શ્રી હીરાલાલભાઈ ગાંધી ૧૪ વર્ષની ઉંમરે નોકરી અર્થે મુંબઈ તરક પ્રયાણ કર્યું. પેપર અને સ્ટેશનરી લાઇનમાં નાકરીથી સારા એવા અનુવભ મેળવ્યે ૧૯૪૨થી પેપર મીલ્સની એજન્સીને સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં અને તેમાં બે પૈસા કમાયા. તેમના બનેવી ગીરધરલાલ નરાતમદાસ ગારડીયા પાસેથી માટી રકમેાના દાન મેળવી આપીને ઘણી મેાટી સેવા બજાવી છે. જાફરાબાદમાં હોસ્પીટલ, નવાબંદરમાં ધર્માદાનું દવાખાનુ’, ટી. ખી. હાસ્પીટલ, દેલવાડાની હાઈસ્કુલ અને છેલ્લે ઉનામાંજ ગુરૂમદિરની સ્થાપના એ બધુ તેમને આભારી છે. ખાવા પીવાના કે હરવા ફરવાના શોખ નથી. સ્વામિ સમર્થના તેએક અનન્ય ઉપાસક છે, મુબઈમાં પેાતાના નિવાસસ્થાનને પણુ ગુરૂમંદિર તરીકે સ્થાપ્યું છે. આની પાછળના ઉદેશ લેાકાની ગુરૂ પ્રત્યેની ભાવના જાગૃત કરવાના તથા નિસ્વાર્થ ભાવે લેકાના દુ:ખદર્દ ઓછા કરવાના છે, તેમને ત્યાં કાઇપણ માણસ ન્યાતજાતના ભેદભાવ સિવાય શ્રી ગુરૂશ્રીની પાદુકાઓનુ અને ચિત્રાનુ' દન કરી શકે છે. રાષ્ટ્રિયનેતા સાથે તેમના સારા સંબધે છે. ખુબજ ધર્મપ્રેમી સજજન છે તેવાજ તેમના ધર્મ પત્નિ પણ સૌમ્ય મૂર્તિ છે.
શ્રી ખીમજીભાઇ નાનજીભાઈ મહેતા
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યાગપતિઓમાં શ્રી ખીમજીભાઈ મહેતાને પ્રથમ હરાળમાં મૂકી શકાય. પારબંદર પાસેનું રાણાવાવ એમનું જન્મસ્થાન સાહસિક પિતાના સંસ્કારા પણ તેમનામાં ભારાભાર ઉતર્યા. પિતાશ્રીએ ઉભી કરેલી ઔદ્યોગીક વિકાસ અને દાનગંગાની પગદડીને પોતે પણ અનુસરતા રહ્યાં. ૧૦ વર્ષની નાની વયથીજ ધંધાકીય જ્ઞાન પ્રાપ્ત કર્યું ઘણા વર્ષ પૂર્વ આફ્રિકામાં ગાળ્યા. પેારબંદર ચેમ્બર ઓફ કામના અધિષ્ઠાતા ૧,૦૦૦ ટનનુ સીમેન્ટ પ્રેાડકશન કરતી રાણાવાવની સીમેન્ટ ફેકટરીના સ`ચાલક, ગુજરાત એકસપોર્ટના વિકાસ માટે ગુજરાત ગવર્નમેન્ટમાં સીમેન્ટ એસે સીએશનના વાઈસ પ્રેસીડેન્ટ, પારબંદરની રોટરી કલબ, આર્ય કન્યા ગુરૂકુળમાં ટ્રસ્ટી વિગેરે અનેક સંસ્થાઓના પ્રાણ છે. સરસ્વતીબહેન પણ સ્થાનિક મહિલા પ્રવ્રુત્તિના અગ્રણી કાÖકર છે. શ્રી ખીમજીભાઈની સાદાઇ અચખે! પમાડે તેવી છે. તેમને ત્યાં ખુબ સમૃદ્ધિની છેળે ઉડતી હોવા છતાં માત્ર સાત્વીક ખારાક સિવાય ઘણા વર્ષોથી કશુ પણ લેતા નથી. ભવિષ્યમાં સાડાએશ-પેટ્રાકેમીકલ્સના ધંધામાં જવા વિચારે છે.
શ્રી ઇચ્છાશંકર પ્રભાશંકર રાવળ
રાજકાટના વતની છે. મેટ્રીકથી આગળ ગયા નથી સાધારણ સ્થિતિમાંથી પાતાના પુરૂષાર્થના બળે અને ઈશ્વરની કૃપાથી અગરબત્તીના ધંધામાં પ્રગતિને વિક્રમ નોંધાવ્યા છે. દ્વારકાથી ઇમ્ફાલ સુધી અને શ્રીનગરથી ાચીન સુધી આખા હિન્દુસ્તાનમાં તેમનેા માલ પહેાંચે છે. તેમના વ્યવસ્થા શક્તિ, ચીવટ અને ખંત દાદ માગી લ્યે તેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com