SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ સુધીના વર્ગો ચાલે છે. ખેડુતવાસ સંસ્કાર કેન્દ્રમાં શાળાની સ્થાપના પણું ભારતઃ સેવક સમાજ દ્વારા એમણે કરી હતી. શ્રી ભોગીલાલ મગનલાલ એજ્યુકેશન સોસાયટી સંચાલીત ઘણું ઘણું શુભ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને દક્ષિણ કષ્ણનગર વિસ્તારને અનેક રીતે ચેતનવતુ કરેલ છે. . સ્વ. શેઠ નરોતમદાસ ભાણજી ગરીબ કુટુંબમાં જન્મ લેનાર ઘણા મનુષ્ય પૂર્વજન્મના પુણ્યગ વડે ઉત્તમ પ્રકારનું જીવન છવી જગતમાં અમર નામના મેળવી ગયા છે. શ્રી. નરોતમદાસ પણ તેમાંના એક હતા. તેમના મેટાભાઈએ ભાવનગરથી મુંબઈ આવી માસિક રૂ. અઢીના પગારથી નોકરી શરૂ કરી. મહેનત, ખંત હિંમત અને સાહસ વડે મુંબઈમાં ધીમે ધીમે કાપડને ધ ધ જમાવીને સારી જમાવટ કરી. પોતે બે પડી જ ભણ્યા હતા. પરંતુ જ્ઞાનના ઉપાસક હોવાથી સારા સહવાસ અને પરિચયથી અનુભવ જ્ઞાન ઘણું મેળવ્યું. તેમની પાસે જ્યારે માત્ર એક લાખની પૂજી હતી ત્યારે રૂ.૬૦ હજાર ખરચી ભાવનગરમાં એક રજવાડી વિશાળ બંગલો બંધાવ્યો અને રૂ. ૨૦ હજાર કેળવણીની સંસ્થા સ્થાપવામાં ખરચ્યા. જેનામાં કમાવાની શક્તિ હોય છે. તે પૈસાને સંગ્રહ કરતા નથી પણ લોક કલ્યાણમાં ઉદાર દિલે પિસા ખરચે છે. અને જે પૈસા ખરચે છે. તેને કુદરત પણ અધિક-અધિક આપે છે. ભાવનગરમાં શેઠ ત્રિભવનદાસ ભાણજી જૈન કન્યાશાળા-હાઈસ્કુલ જે તેમના જીવનના સ્મારક તરીકે અત્યારે પણ ચાલે છે. તેમના લધુ બંધુ શ્રી નરોતમદાસ કોલેજને અભ્યાસ કરી તેમના જ્યેષ્ઠબંધુના કાપડના ધંધામાં ભાવનગરમાં જોડાયા. ઘણે વિકાસ કર્યો કેળવણીને ઉત્તેજન અને સહાય અર્થે તેમણે ઘણાઓને મદદ કરી છે. તેમના મિલનસાર સ્વભાવ અને ઉદાર દિલને લઈને વેપારીઓ, શિક્ષિત, સાહિત્યકાર, સંગીતકારો વિશારદ, કલાકાર, કેળવણીકાર અને અનેક દેશનેતાઓ વગેરે સાથે તેમને અંગત સંબંધ સારો હતો કે કહેતા કે તેમનામાં રાજયવંશી ગુણો અને લક્ષણે હતા. તેમનો જન્મ રાજવંશી કુટુંબમાં થો જોઈ તે હતે. તેને બદલે વેપારી વણિક કુટુંબમાં થયે તે નવાઈ જેવું છે. ઉદાર હાથે તેમણે સૌને આપ્યું છે. તેઓ આપીને ખુશી થતા ખવડાવીને રાજી થતા. તેમને ત્યાં રોજના ૫ કે ૨૫ જમનારા કે મહેમાન હોયજ આગતાસ્વાગતા અને અતીથિસત્કાર અને તેમના આખા કુટુંબની વિશિષ્ટતા છે. અને વારસાગત આ પરંપરા હજુ જળવાઈ રહિ છે. સ્વ. ગાંધી મેંતીલાલ ગગલ પિત, મુળ ગોઘાના વતની. પરંતુ ગોધાને વેપાર ભાવનગરને લઈને ભાંગતો ગયો એટલે તે ગોઘા છોડીને ભાવનગર આવ્યા. સ્થિતિ સામાન્ય હતી અને કુટુંબ વિસ્તારી હતું. છતા સ્નેહી સંબંધીઓ પાડોશીઓ અને વેપારીઓ વગેરે એટલા સારા હતા કે તેમની સહાય અને સહકારથી પોતે સ્થિર થયા, નેકરી મેળવી અને સંતાનોને શિક્ષણ પણ આપી શકયા. મેંતીભાઈમાં ઉદારતા, સેવાપરાયણતા, સાહસ અને મિલનસારપણાના એવા ગુણે હતા કે જેને લઈને વેપારીવર્ગમાં, પ્રજામાં રાજ્યમાં અને અમલદારોમાં તેમને માન મોભો અને પ્રતિષ્ઠા બહુ સારા હતા. ગમે તેનુ નાનુ મોટું ગમે તે કામ હોય છે તે જાતે જઈને કરતા. દુષ્કાળ, અનાવૃષ્ટિ, મેઘવારી કે મુશ્કેલીના દરેક પ્રસંગે. ફંડફાળો કરી પૈસા ઉધરાવી તેનાથી અનાજ, કાપડ, દવા કે રોકડ મદદ બધાને આપતા. દુષ્કાળમાં મફત ૨ાડું પણ ખેલતા, આ બધા ફંડફાળામાં પોતાને ફાળો સૌથી પહેલો છે. પછી બીજા પાસે ફાળો Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy