SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ભગવાનજી સુંદરજી નથવાણી - કેશોદનિવાસી શ્રી ભગવાનજીભાઈ નાથાણીનું જીવન ભવિષ્યની પેઢીને બેધ, બળ અને પ્રેરણા આપે તેવું છે. સેરઠના ઇતિહાસમાં નાથાણી કુટુંબ સાહસિકતાના ઊમદા ગુણએ એક અનોખું પ્રકરણ રહ્યું છે. બહુ જ નાની ઉંમરમાં પિતાશ્રી સાથે આફ્રિકામાં વેપારમાં જોડાયા. કાર્ય કુશળતાના બીજ બચપણથી જ રોપાયા. પોતાની ઉત્તરોત્તર પ્રગતિને લઈ નાનાભાઈઓ શ્રી સવજીભાઈ, લીલાધરભાઈ શ્રી મોહનલાલભાઈ વિગેરેને આફ્રિકા તેડાવ્યા અને ટાંગાનીકા, યુગાન્ડા અને કેન્યામાં કોટન જીનીંગ પ્રેસીંગના ઉદ્યોગોમાં તથા કાપડ, કેટન અને લોકલ પ્રોડયુસના આયાત નિકાસના વેપારમાં ખૂબ જ હરણફાળ પ્રગતિ સાધી. શ્રી ભગવાનજીભાઈની દીર્ધદષ્ટિ અને આપસૂઝથી સિદ્ધિને પાન સર કરતા, ગયા વતનમાં અને મુંબઈમાં મેળવેલી સંપત્તિને છૂટે હાથે ઉપયોગ કર્યો, ધાર્મિક અને માનવતાની પ્રવૃત્તિઓમાં મન મૂકીને ઉદાર દિલે ફાળો આપ્યો. સૌથી નાનાભાઈ શ્રી મોહનલાલભાઈ આફ્રિકા રહે છે. આ કુટુંબની મોટી સખાવતેમાં કેશોદમાં મીડલસ્કૂલ, હાઈસ્કૂલ, જનતા હોસ્પીટલ બાંધવામાં મોટી રકમ ખર્ચો છે. આખું કુટુંબ ખૂબજ સંસ્કારી, કેળવાયેલ છે, અને તેમનું આતિશ્ય અજોડ છે. શ્રી નેમચંદભાઈ ભુરાભાઈને માણું - પાલીતાણાના જૈન સંઘની વર્તમાન યુગની કેટલીક અગ્રગણી વ્યક્તિઓમાં શ્રી નેમચંદભાઈનું સ્થાન મોખરે છે. પુરૂષાર્થી પિતાને અમૂલ્ય વારસો તેમણે બરાબર સાચવી જાણીને પાલીતાણાની વેપારી આલમમાં સારી એવી નામના મેળવી છે. અભ્યાસ બહુ ઓછે પણ નાની વયથી જ વ્યાપારી પ્રવાહને સમજવાની તીવ્ર બુધિ શકિતના સતત દર્શન થતા રહ્યાં છે. મેળવેલું અનુભવનું ભાથું માત્ર પિતાના ધંધામાં જ ઉપયોગ નહિ કરતા સકળ સંધની ઇત્તર પ્રવૃતિઓ દવાખાનું લાઈબ્રેરી ધાર્મિક ઉત્સ, વ્યાપારીઓને નડતી મુશ્કેલીઓનું નિવારણ-ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકોની મદદ આપી અપારીને એક યા બીજી રીતે સુંદર ફાળો આપી રહ્યાં છે. એજ્યુકેશન સોસાયટી કે મ્યુનિસિપાલીટી મહાજન કે યુવક મંડળે, એ બધામાં એમનું માર્ગદર્શન અને હાજરી અચૂક હોયજં. નિર્મળ અને નિખાલસ વયના બી નેમચંદભાઈ જીનીગ પ્રેસના ધંધામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગામડાઓ સાથે તેમને જીવંત સંપર્ક રહ્યો છે. પુત્રને સારી કેળવણી આપી પ્રગતિને રાહે લઈ ગયા છે. શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને ધર્મપ્રેમી શેઠશ્રી બકુભાઈ ભોગીલાલભાઈ સરલ, વિનમ્ર, દયાળ અને પરોપકારી સ્વભાવને કારણે તેઓ જનતામાં ખૂબ જ લોકપ્રિય થઈ પડ્યા છે. ભાવનગરને આંગણે એવી એજ્ય સંસ્થા નહિ હોય કે જેમાં એમને સહકાર ન હોય. લાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે સંગીતક્ષેત્રે સારા સારા કલાકારોને એમના તરફથી ઉત્તેજન મળ્યું છે, મળતું જાય છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે તેઓ કલાપ્રેમી આત્મા છે... બાળકોમાં શિસ્તસંયમ અને ચારિત્ર્યની ભાવનાદઢ થાય તે માટે કેળવણી ક્ષેત્રે પણ તેઓ ઉડે રસ લઇ ભેગીલાલ મગનલાલ કામર્સ હાઈકલને વિકસાવી રહ્યા છે. બાળમંદિરથી માંડી.૧૧ શ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy