SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૧ ઝંપલાવ્યું અને નસીબનું પાંદડુ કર્યું પોતાના ભાગ્યબળે અને દીર્ધદષ્ટિએ સંપત્તિની રે છેલ અને દેમ દોમ સાહ્યબી ઉભી થઈ લક્ષ્મીની ચંચળતાને અને ધનકતાની મદભરી છાંટને જરાપણ સ્પર્શ થયે નહિ. લક્ષ્મીના પોતે ટ્રસ્ટી છે એમ માની સંપત્તિને કહિતના કામોમાં વહેવડાવવા માંડ્યા, અનેક સમાજસેવી સંસ્થાઓના ફંડફાળામાં દાનગંગા શરૂ કરી, નાના મોટા પુણ્યના પરોપકારી કામમાં લગાતાર લાગી ગયા, સાર્વજનિક પ્રવૃતિઓમાં મન મૂકીને આર્થિક સગવડતાઓ પૂરી પાડી, સાંસ્કારિક કાર્યક્રમમાં સામે ચાલી ઉત્તેજન આપ્યું. ગરીબ વિધવાઓના આંસુ લુંછગ્યા. આવા એમના ભાતીગળ જીવનની સૌરભથી અને અનેક સખાવતેથી ભાવનગર જિલે ધન્યતા અનુભવે છે કે આ ધરતીમાં આવા નરરત્ન ઉભા થવાથી જ આ ભૂમિની અસ્મિતા જળવાઈ રહી છે. તેમને દાન પ્રવાહ કયારેય અટક્યા નથી. વતન તળાજામાં મહિલા મંડળની પ્રવૃતિ હોય કે શાળાની શૈક્ષણિક પ્રવૃતિ હોય, હંમેશા જોઈતી સવલતો પહોંચાડી છે. પુત્રના લગ્ન પ્રસંગે જીથરી હોસ્પીટલમાં ટાવર બંધાય, પિતાશ્રીના નામની ધર્મશાળા બંધાવી, ધર્મપત્નિ વીમળાબહેનના નામે તાજેતરમાં જ ૫૦ બીછાનાના એક વડી માટે ૫૦૦૦૦ જાહેર કર્યા. નિખાલસ રદયના, ગરીબો પ્રત્યેની હમદર્દી, ધર્મશ્રદ્ધાળુ અને ઉદારતાને ઉમદારુણ જેની નસેનસમાં આજ ધબકાર લઈ રહ્યો છે, એવા શેઠશ્રી ખુશાલદાસભાઈને ભારે મોટા બહુમાનથી સન્માની રહ્યો છે. શાહ પ્રાગજીભાઈ ઝવેરચંદ–સિહાર શ્રી પ્રાગજીભાઈ શાહ માત્ર શિહેરનું જ નહિ પણ સમગ્ર ભાવનગર જિલ્લાનું ભૂષણ ગણુએ તે જરાય અતિશ્યોકિત નથી. હાલમાં ઘણા વર્ષોથી મુંબઈ છે પણ ત્યાં બેઠા બેઠા જનમમકાના ચડેલા ઋણને ચૂકવવા મન મૂકીને ઉદાર હાથે દાનગંગા વહેવડાવી રહ્યા છે. છેક સાધારણ સ્થિતિમાં મુંબઈ ગયેલા રેશમી કાપડની ફેરીના ધંધામાંથી આગળ આવ્યા અને જોતજોતામાં ગર્ભશ્રીમંતની હરોળમાં ઉભા રહ્યાં છતાં તેના માનસ ઉપર ગરીબો પ્રત્યે ઉડી હમદર્દી અને સહાનુભૂતિના દર્શન કાયમ થયા કરે છે. મૂંગા પશુ પંખીઓ માટે ઘાસ પાણીની વ્યવસ્થા કરવાનું કયારે ય ચૂકયા નથી. ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસના સાધનો પૂરા પાડવામાં કદી પાછું વાળીને જોયું નથી જરૂરતવાળાને અનાજકપડા-દવાદારૂ પહોંચાડવામાં તેઓ જાતે રસ લેતા હોય છે. સિહોરના બાળકે શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સતત ચિંતા સેવીને પણ બની શકે તેટલી આર્થિક સગવડતા ઉભી કરી આપવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. સિહોરમાં શ્રી જયંતિભાઇ શાહની સાથે પાંચ જ મીનીટની વાતચીત પછી સિહોર હોસ્પીટલ માટે રૂા. ૫૧,૦૦૦/- આપવા સંમત થયા તેના ઉપરથી ઉદાર મનવૃત્તિનો ખ્યાલ આવે છે. મોટાઈ કદી બતાવી નથી. નાનામાં નાના માણસની વાતને સાંભળી યોગ્ય જણાય ત્યાં તન-મન-ધન વિસારે કર્યું છે એવા એ પ્રાગજીભાઈ આ જિલ્લાનું ગૌરવ છે. શ્રીમાન શેઠ વાડીલાલ ચત્રભૂજ ગાંધી , ભાવનગરના મૂળ વતની શેઠશ્રી વાડીભાઈની નવ વર્ષની વયે માતા પ્રત્યેના આગાધ પ્રેમ અને ભક્તિભાવને કારણે માતાનું ત્રણ ફેડવા કેળવણી પાછળ કાંઈક કરી છૂટવાના મનોમંથન પચાસ વર્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy