SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ પણ પાછા પડયા એટલુજ નહી. ૧૯૪૭ થી ૧૯૫૧ સુધીમાં કુદરતે જે થપાટ આપી તેનાથી ભલભલા આદમી પણ મુંજાય યુવાન પુત્રનુ ક મૃત્યુ થયું. દીકરી વિધવા થઇ ખીજા અનેક ઝંઝાવાતા ઉભા થયા છતા નિરાશ થયા વગર સગાસબંધીની એકપણ પાઈ લીધા વગર જીવનભર અવિરત પુરૂષાર્થની જે ધૂણી ધખાવી હતી તેમાંથી ૧૯૫૧માં સંજીવનીના ફરી છાંટા ઉડાડયા અને ભાવનગરમાં શર્મા મેટલ રોલીંગની શરૂઆત કરી પણ તેમાં કારી ફાવી નહિં ધધામાં ખોટ આવી છતા આ સાહસિકવીરે હિંમત ખાઈ નહિ અને તેમાંજ ધ્યાન પરોવ્યુ. એજ અરસામાં જયલક્ષ્મી સાલ્ટ વર્કસ પ્રા. લી. ની સ્થાપના કરી આજ સુધી ડાયરેકટર તરીકે કામગીરી ચાલુ છે. ફરી લક્ષ્મીની કૃપા થઈ. મેળવેલી સપત્તિ સારાએ સમાજની છે સ`પત્તિના પાતે ટ્રસ્ટી છે :—એવી વિનેાખાજીની વિચાર સરણીને અનુલક્ષી ભાવનગરમાં ડાયમન્ડ ચોકમાં ન ઢાબાઇ જમનાદાસ પરીખના નામે પ્રસુતિગૃહમાં માટી માતબર રકમનુ દાન કર્યું` પેાતાની ઉદાર નિખાલસ મનેાવૃત્તિને કારણે તેમણે બહેાળા શુભેચ્છક વર્ગ ઉભા કર્યા છે. એમના બાળકાએ પણ શેર જમીન અને લેાખંડના ધંધામાં રસ જાળવી રાખ્યા છે. આજે સૌ સુખી છે. શ્રી પરીખ ભાવનગર કે સૌરાષ્ટ્રનું જ નહિ, સમગ્ર, ગુજરાતનુ ગૌરવ છે. શ્રી મનહરલાલ નરભેરામભાઈ પારેખ ભાવનગર-મુંબઈ–મહારાષ્ટ્ર અને કેટલાંક અન્ય સ્થળોએ ઈનઓર્ગેનિક રસાયણના ક્ષેત્રે અને મરીન કૅમીકલ્સના ઉત્પાદન જગતમાં જેમણે અસાધારણ વ્યકિતત્વના દર્શન કરાવ્યા છે તે મનહરલાલ પારેખ સૌરાષ્ટ્રના ચેટીલાના વતની છે. ગ્રેજ્યુએટ બનીને ચેાવીશ-પચીશ વર્ષોંની ઉંમરે વ્યાપારમાં ઢાંક સાહસિકતા અને નવીનતા બતાવવાની ઉમેદ અને આકાંક્ષા સેવતા એ થનગનતા યુવાન હૈયાને પરાધીન તમરી કરવી કેમ ગમે. સતત ત્રણુ વર્ષ સુધી સાહસ ધૈર્ય અને એકમાત્ર શ્રદ્ધાને બળે માસની દિશામાં પારદશ ક અનુભવ મેળવ્યો. પાતાની હૈયા ઉક્લત અને વ્યાપારી કાર્યદક્ષતાને સાગાન્ય રસાયણનું ઉપાદન વા શક્તિમાન થયાં. ખૂબજ સહેલાઇથી પુષ્કળ પ્રમાણમાં આ ચીજ ઉત્પન્ન કરી શકાય છે અને પરદેશી હુંડીયામણુમાં મેાટા ફાયદા મેળવી શકાય છે તેવી ચોકકસ પ્રતીતિ ઉત્તરાત્તર થતી રહી. દર વર્ષે ત્રણથી ચાર લાખનું પરદેશી હુંડીયામણુ ખચાવીને તે ખરેખર તે રાષ્ટ્રની સેવાજ કરી રહ્યા છે. તેમના કારખાના દ્વારા તૈયાર થતા મેગ્નેશીયમ કારખેનેટ રબ્બરના ઉદ્યોગ માટે, રંગના અને મીકલ્સના કારખાના માટે ઘણાજ આશિર્વાદરૂપ થઇ પડેલ છે. ધર્મ અને શ્વરમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર માતા પિતાના સસ્કાર પણ તેમનામાં ઉતર્યા ભાઈઓની પ્રેરણા અને સહાનુભુતિ મળ્યાં. વ્યાપારમાં નીતિ પ્રમાણીક્તાને પેાતાનું ધ્યેય બનાવ્યું. સ્વબળે આગળવધી રહેલા શ્રી પારેખે પેાતાના જીવનમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને પણ ભારાભાર મહત્ત્વ આપ્યું છે. માદરેવતન ચોટીલામાં પિતાશ્રી નરભેરામ ગુલાબચંદ પારેખના નામે કન્યાશાળા ( સરસ્વતી મંદિર ) ઉભું કરાવ્યુ. પારેખ કુટુંબનુ એ રીતે સારૂં' એવું ડેનેશન મળ્યુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy