SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૩ તેમની પ્રતિષ્ઠા સમાયેલી છે. જિંદગીના કપરા દિવસેામાં પણ નિષ્ઠાને વળગી રહેવું, સહિષ્ણુતાને ટકાવી રાખવી, ભાષા ઉપરના કાબુ જાળેવવે. દૂખી દિવસેામાં પણ કુદરતમાં અનન્ય શ્રદ્ધા ધરાવવી એમાંજ માનવીની પ્રતિભા સેાળે કળાએ ખીલી ઉઠે છે. આવા ઉદાહરણ રૂપે શ્રી માહનભાઇ પરીખનું તડકા છાંયા વચ્ચે પસાર થયેલું જીવન જન સમાજને એક આરસીરૂપ બની રહેશે. મૂળ ( ધેાધા )ભાવનગરના વતની. માતપિતાની સાધારણુ સ્થિતિ અને કાળી ગરીબી સામે જંગ ખેલીને માત્ર મેટ્રીક સુધીને અભ્યાસ કરી શક્યા આજીવિકા માટે પોતાના એક સ્નેહીની પ્રેરણાથી નાકરી અર્થે કરાંચી ગયા ાકસ એન્ડ ક્રાં. માં છ માસ કામ કર્યું... પણ સ્વતંત્ર ધંધા કરવાના થનગનાટ અનુભવના એ યુવાન હૈયાને ન ગમ્યું એટલે છેડયું. કાંઇક આશા અને શ્રદ્ઘા સાથે ત્યાંથી લાહાર ગયા અને એક ઇમ્પોર્ટ ક્ર્મમાં જોડાયા. પ્રેાવીઝન સ્ટારમાં પેાતાની સેવા આપી દાઢ વર્ષ સાહેારમાં કેટલેક અનુભવ મેળવ્યા પછી કરાંચીની એક ક્માં પેાતાના પુરૂષાર્થના બળે મેનેજરની પદવી પ્રાપ્ત કરી સમય જતાં ૧૯૨૧માં પેાતાની નજીવી મુડીમાં એમ. સુખદેવ એન્ડ કુાં.ના નામે ખીઝનેસ શરૂ કર્યો અને નસીબનું પાંદડુ કર્યું. પેાતાના ભાગ્યબળે અને દીર્ધદ્રષ્ટિએ સપત્તિની રેલછેલ અને દામ દામ સાઘુખીનાં શ્રી ગણેશ મડાયા. એટલી હદે કૌશલ્ય પ્રાપ્ત થયું હોવા છતાં તેમની મહાત્ત્વાકાંક્ષા તેમને ઝંપવા દે તેમ ન હતું. લેખંડ, પાઈપ, હાર્ડવેર ઈમ્પોટ વિગેરે ધધામાં અધિક સૂઝ અને પ્રવિણુ બનાવતા ગયા તેમ તેમ નવું નવું કામ શરૂ કરતા ગયા, નવી એજન્સી મેળવતા ગયા. જર્મની અફઘાનિસ્તાન વિગેરે દેશા સાથે ધધાકીય એન્ડ ફોરવર્ડીંગના કામમાં પણ જમાવટ કરી પણ કુદરતે કાંઇક બીજીજ નિર્માણ કર્યું હશે. ૧૯૩૭ માં એખીસીનીયાની વેાર વખતે બધાજ સાધન સપત્તિ નાશ પામ્યા, કુટુંબ મેહાલદશામાં મૂકાઈ ગયુ` પત્નિની માનસિક ખીમારી, બાળકાના ઉછેરની જવાબદારી પેાતાને શીરે આવી પડી અને ખીજા અનેક તાણાવાણા વચ્ચે ધીંગા સંકટોના સામના કરવા પડયા. જરાપણ હતાશા અનુભવ્યા વગર પુરૂષાર્થના પ્રદિપ અવિરત જલતા રાખી સંસ્કાર વારસામાં મળેલા સચ્ચા પ્રમાણિકતા અને એકવચનીપણાને લઇ ક્રેટાકટીમાં પણ પાર્ટી ફેઈલ કર્યા વગર પેઢી ચાલુ રાખી. ૧૯૩ની વાર આવી અને ફરી ભાઞને સિતારા ચમકયા માન મરતબેા ટકી રહેલા એટલે ત્યાંની ગુજરાત બેન્કના ડીરેકટર બતી શકયા. ગુજરાતી સમાજની હાઉસીંગ સેસાયટીનું ચેરમેનપદું શાભાળ્યું, માઢ શુભેચ્છક બધુ મંડળના ચેરમેનપદે પણ બિરાજયા,વ્યાપારી જગતમાં ભારેમે ટુ બહુમાન મેળવ્યું. કરાંચીની અનેક નાની મેાટી સંસ્થાઓના પ્રાણસમા બન્યા. ધંધા પણ આબાદ રીતે જામતા ગયા પણ ફરી કમનસીબે ૧૯૪૭ ના હિન્દ-પાકીસ્તાન ના ભાગલા પડયા કામી રમખાણો ફાટી નીકળી કરેડા હિન્દુઓજ માલમિલ્કત મૂકીને રાતેારાત બાળબચ્ચા સાથે ભાગવુ પડયુ એ વખતે કરાંચીમાં આથીદશ લાખ રૂપીયા મૂકીને પહેરેલકપડે ભાવનગર આવ્યા. બાળકાને અહીં સ્થિર કરી કરી દેશાટન કરવા નીકળી પડયાં અમદાવાદમાં આર. મેાહનલાલની 'ના નામે ધંધાની શરૂઆત કરી પણ તેમાં નિષ્ફળ ગયા. ધંધુકામાં પણ પ્રયાસ કરી જોયે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy