SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ શ્રી દ્વારકાદાસ વિઠલદાસ શાહ શાંત અને સૌજન્ય પ્રકતિવાળા મીલનસાર સ્વભાવના અને એકનિષ્ઠ સેવાને વરેલા ઉના પંથકમાં કેટલાક આગેવાન સદગૃહસ્થોમાં શ્રી દ્વારકાદાસભાઈનું સ્થાન મુખ્ય ગણી શકાય. શિક્ષણ સંસ્કૃતિ અને કોંગ્રેસના રચનાત્મક કામોને વેગ આપવાની મનેતિવાળા સેવકની હરોળમાં શ્રી દ્વારકાદાસભાઈને પણ બેસાડી શકાય. ગુજરાત રાજ્યના માજીપ્રધાન શ્રી રતુભાઈ અદાણી અને હાલના નાયબપ્રધાન શ્રી પરમાણંદભાઈ એઝાની પ્રેરણા અને હંફને કારણે આ કુટુંબનું સ્થાન અને માન ઉનાના જાહેરજીવનમાં આગળ રહ્યું છે. શ્રી શાહ માંગરોળ તરફના શીલ ગામના વતની પણ ઘણા વર્ષોથી ઉના તરફ આવીને વસ્યા છે. નાનપણમાં અંગ્રેજીનું જરૂર પૂરતુ જ્ઞાનસંપાદન કરી બહુજ નાની વયમાં જીનીંગ મીલના ધંધામાં ઝંપલાવ્યું જે ધંધે કાંઈક જોખમવાળા અને કાંઈક સમજદારી અને ચોકસાઈવાળે છે. પોતાની આપસૂઝથી તેમાં પ્રગતિ કરતા રહ્યા. ધંધાકીય પ્રવૃત્તિની સાથે સમાજસેવાના ઉમદા ધ્યેયને પણ ભૂલ્યા નથી તમામ ગામડાઓના સતત સંપર્કમાં રહ્યાં છે. ગરીબ દર્દીઓને દવા-ઈજેકશનની સગવડતા કે સેવા આપતા ઉપરાંત વિનોબાજીને ભૂદાન કાર્યક્રમ હોય કે કોગ્રેસને દારૂબંધી કાર્યક્રમ હોય શહેર અને તાલુકાની બધીજ રચનાત્મક પ્રવૃતિઓના ઉત્તેજનમાં નિરંતર તાલાવેલી બતાવી છે. (ઉના કેળવણી મંડળમાં સેવા આપતા રહ્યા છે.) ઉનાની ટી.-બી.હોસ્પીટાલ, વૈષ્ણવહેલી, તુલશીશ્યામ, અને અન્ય નાના મોટા પ્રસંગોએ તેમના તરફથી દાનમાં નાની મોટી રકમ મળતી રહી છે. ઉનાની કાંગ્રેસ કમિટિ, ઉના સુગર ફેકટરી, તુલશીશ્યામ વિકાસ સાર્વજનિક છાત્રાલય વિગેરે સંસ્થાઓને પણ તેમની સેવા શક્તિને અનન્ય લાભ મળ્યો છે. અને મળતો રહ્યો છે. ઘણા મહાનુભાવોને પરિચયમાં આવ્યા છે. પોતાની હૈયાઉકલત અને સ્વબળે ધંધામાં પણ ઠીક પ્રગતિ સાધી છે. તેમના ભાઈશ્રી છબીલદાસભાઈ પણ એવાજ નિખાલસ કાર્યકુશળ અને દીર્ધદષ્ટિવાળા દિલેર આદમી છે. ઉના ખેતી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે રહીને તેમણે પણ ખેડૂતો અને વેપારીઓમાં સારી સુવાસ ઉભી કરી છે. નાનામોટા સારા પ્રસંગોએ ઉનાના વિકાસમાં મહાજનની સાથે રહીને આ કુટુંબ સૌનું આદરણીય બન્યુ છે. માતાપિતા હયાત છે. બહોળે પરિવાર છે. સુખી છે. રાજ્ય અને પ્રજામાં તેમનું સારું એવું માને છે. સ્વ. શેઠશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ દુઃખ સંતપ્ત જ્ઞાતિજનોને સહારા સમાન હતા. કોઈ પણ જ્ઞાતિ ભાઈ બહેન તે શું, પરંતુ કોઈ પણ જ્ઞાતિના ભાઈ બહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતા નહીં. સસ્મિત વદને અને આશ્વાસન, સંતેષ અને રાહત અનુભવતા તેઓ બહાર આવતા. તેમને કેળવણી પ્રત્યે અનુરાગ ખૂબ જ હતો. તેમણે અને તેમના નાના ભાઈ શ્રી ભાનુશંકર પોપટલાલ એઝાએ તેમના વતન ઉમરાળામાં કન્યાશાળા તેમ જ મિડલ સ્કૂલને માટે કાળો ઉઘરાવનારાઓને અનેક સ્થળે ફરવું ન પડે એટલા માટે બન્ને ભાઈઓએ મળી જોઈતી રકમ સ્વેચ્છાએ આપી વતન પ્રત્યેની હાલપ બતાવી હતી. આ રકમ અડધા લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ અડધે લાખ જેટલી એટલે એકંદરે લાખ જેટલી રકમ આપી ઉમરાળાના ગૌરવ રૂપ બન્યા હતા. પૂનામાં છે. જયશંકર પિતાંબરદાસ અતિથિ ગૃહને પણ તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy