SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૯ ગરીબીએ તેમના હૈયા ઉપર ઘણા ઉઝરડાઓ પાડયા હતા, આકરા અને કપરા જીવનની કડવાશ દૂર કરવા તેમના માયલે જીવ જાણે હથેડા લઈને નવઘડતરને ઘાટ ઘડી રહ્યો હતો. પુરૂષાર્થ દ્વારા પ્રારબ્ધ સર્જવાના તેમના સ્વપ્નાઓ હતા, અને ધીમે ધીમે તેઓએ જીવનના નવા નવા માર્ગો પર પ્રયતનો અને પ્રયાસો દ્વારા પગલાં પાડી દારૂખાનામાંથી પિતાની યશસ્વી જિંદગીને પ્રારંભ કર્યો અને ટૂંક સમયમાંજ મુંબઈના દારૂખાનાના એક આગેવાને લોખંડના વેપારી તરીકેની ભારે ઝળહળતી કારકીર્દિ પ્રાપ્ત કરી, મેટી મેટી સ્ટીમરે ખરીદી તેને તેડાવી ઍપને વેપાર કરવો એ તેમની પ્રધાન વેપારી પ્રવૃત્તિ હતી. શ્રીમંત થયા પછી તેઓ પોતાની જન્મભૂમિને કયારેય ભૂલ્યા નહિ બગસરામાં તેઓએ પોતાની જ્ઞાતિના ક્ષેત્રે તે એક ગુજરાતી નિશાળની સ્થાપના કરી, અને તેનું સંચાલન શ્રી કુતુબ આઝાદ જેવા થનગનતા યુવાનના હાથમાં સેપી સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણીની સુવાસમાં બગસરાની સંસ્થાને પ્રાણવાન બનાવી હતી. આ સંસ્થાનું બધુજ ખર્ચ પોતે ભોગવી રહ્યા છે આવતા વર્ષમાં આ સંસ્થા રજત જયંતિના આરે આવી પહોંચશે આવી એકધારી સેવાને ઈતિહાસ એ પ્રેરક ગણાય. શ્રી મહમદભાઈ ઇસુફભાઈએ જયારે સૌ પ્રથમ અન્નતંગી અને વસ્ત્રતંગી ઉભી થઈ ત્યારે લાખે. રૂપિઆ રેકીને બગસરાની જનતાને સરકારમાન્ય અન્નવસ્ત્ર પ્રાપ્તિ થાય તે માટે પિતાની અંગત દેખરેખ નીચે કામ શરૂ કરી બગસરાને પોતાની ભાવના ભરી સેવાનો લાભ આપ્યો હતો. અત્યારના બગસરાના દવાખાનામાં તેમની તરફથી એક્ષ-રે પ્લાન મટી કીંમતે મૂકવામાં આવ્યો છે. બગસરાના જાહેર ક્ષેત્રે જ્યાં અને જ્યારે જરૂર પડી છે ત્યારે તેઓ જભૂમિને સાદ સાંભળી પોતાને સહકાર આપ્યા વિના રહ્યા નથી બગસરામાં સ્વ ઝવેરચંદ મેઘાણી સ્મારક હાઈસ્કૂલની સ્થાપના કરવા માટે તેઓએ રૂા.૨૧૦૦૦, નુ ઉદાર દાન આપ્યું છે અને આ કાર્ય કરતી સંસ્થાના મુંબઈ શાખાને પ્રમુખ તરીકે પણ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે બગસરામાં તેઓ તરફથી ૨૪ વર્ષ થયા એક વાંચનાલય ચાલે છે. મુંબઈમાં પણ તેઓ પિતાના ભલા નમ્ર અને દયાળુ સ્વભાવના કારણે અનેક સંસ્થાઓને તથા જરૂરીઆતવાળાઓને બનતી સહાય કરતા રહે છે ધર્મ તરફ પણ તેઓને કૂણી લાગણી છે પોતાના ધર્મ ગુરૂઓ તરફ પણ પ્રેમ અને હાનભૂતિ છે, જ્ઞાતિના એક વર્ગ તરફથી જે આંદોલન ચાલી રહ્યું છે. તે થાળે પડે અને સમાજની એક્તા સ્થાપાય એમ તેઓ હૃદય પૂર્વક વાંચ્છી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક નાના ગામડામાંથી પહેરેલ કપડે મુંબઈ જઈ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરનાર શેઠ મહંમદભાઈ યુસુફભાઇની સાદાઈ અને સરળતા ધ્યાન ખેંચે છે પૈસાના બળે તેમનામાં રહેલા માણસાઈના ગુણેને સહેજે જફા પહોંચાડી નથી અને હંમેશા પોતાના પાછલા દિવસે સંભારી સમજી વિચારી વિચારીને જીવનપંથ પર પગલાં પાડતા શેઠશ્રીની જિંદગી એ એક સાહસિક સૌરાષ્ટ્રવાસીની યશગાથા છે. બગસરાના પાલવમાં જે થોડી ઘણી યશ ગાથાઓ પડી છે. તેમાં આ એક સૌમ્યજીવનની ગાથા પણ સંભારવા જેવી છે શેઠ મહમદભાઈની શક્તિ અને પ્રતિમાને તેના જીવનમાં ઉંડે ઉતરનાર સલામી આપ્યા વિના રહે નહિ એવી પ્રેરણાદાયી અને આદરણીય તેમની જિંદગી છે. લોખંડ અને ક્રેપ તથા સ્ટીમરો તેડવાના ધંધામાં આજે પણ તેઓ અગ્રગણ્ય ધંધાદારી તરીકે જાણીતા છે. અને પિતાના ઉમદા સ્વભાવ અને સદગુણો દ્વારા સૌરાષ્ટ્રવાસી તરીકેની છાપ અંક્તિ કરી રહ્યા છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy