SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિ. તે જુમલ કરમચંદ શહાની, પ્રે. અને પ્રિ. ડે. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, પ્રો. નરીમાન ઈચ્છાપોરીઆ, પ્રો. રવિશંકર મહાશંકર જોષી, પ્રો. અને પ્રિ. ઈન્દ્રકાન્ત વિ. ત્રિવેદી, પ્રે. અને પ્રિ. નાદિરશા ભરૂચા, પ્રો. ડો. પ્રતાપરાય મંદી, પ્રિ. શાપુરશા હેડીવાલા, છે. મહાદેવ મલહાર જોષી, પ્રો. ગણપત સદાશિવ, પ્ર. નારાયણ બલવંત, પ્રે. હરિલાલ માધવજી ભટ્ટ, પ્રો. સુંદરજી ગે. બેટાઈ, પ્રો. ખીમચંદ ચાંપશી શાહ, પ્રે. હનુમંત બાલાજી ભીડે, વગેરેની અનન્ય સેવાઓ શિક્ષણક્ષેત્રમાં નવી ભાત પાડી છે. ઉપરાંત આચાર્યો તરીકે ઘણી જ યશસ્વી કારકીર્દિ પૂરી કરનારાએમાં આશારામ દલીચંદ દેસાઈ, કાશીરામ સેવકરામ (મરબી), દેરાબજી એદલજી ગીમી (મહાત્મા ગાંધી પણ આમના પાસે ભણેલા) ૧૯૨૩ સુધી તેઓ હયાત હતા અને લેમીંગ્ટન રોડ ઉપર રહેતા હતા. તેમણે માણસની ભાષા કેમ ઉત્પન્ન થઈ તે વિષે પુસ્તિકા લખેલી છે. ઉપરાંત મહેતાજીઓમાં દલપતરામ પિપટલાલ જોશી, જાદવજી ત્રીકમજી ગાંધી, દેવશંકર વૈકુઠજી ભટ્ટ, સ્વ.વિઠ્ઠલદાસ ખીમજી પટેલ વિગેરે મુખ્ય હતા. સાંસ્કૃતિક અને શૌક્ષણિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ રહેતું આવેલું સૌરાષ્ટ્ર રાજકીય ક્ષેત્રે પણ એવું જ આગવું રહ્યું છે. સ્વરાજ્ય આવ્યા પછી રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્ર પાડેલી પ્રણાલિકાઓ આજે પણ યાદગાર અને અનુકરણીય બની રહી છે. વિજ્ઞાન આજે જ્યારે ઝડપથી કુચ કરી રહ્યું છે, પગે ચાલીને મુસાફરી કરનારો માણસ હવાઈ વાહન દ્વારા ચંદ્રમા સુધી પહોંચ વાની તૈયારી કરી રહ્યો છે, દેશકાળ બદલાતું જાય છે ત્યારે આ ધરતીના જૂના મૂલ્ય, જૂની પ્રણાલિકાએ, જૂની રાખરખવાટ, જાનફેસાની કરીને કુરબાનીને વરેલા વીરપુરુષના ખાંભી પાળીયાઓ, તેની પાછળની શૌર્યકથાઓ એ બધુ આજે જે ગ્રંથસ્થ નહિ થાય તો કેટલીક વાતે ભૂલાતી જવાની અને જેમાંથી આપણને નૂતન દષ્ટિ, નવી ચેતના અને સંસ્કૃતિ, નૂતન પ્રેરણા અને ઉજજવળ જીવનની કેડી મળી આવે છે તેવા તેજસ્વી વ્યક્તિત્વની નંધમાંથી ભવિષ્યની પેઢીને કાંઈપણ ઉપયોગી બનશે તો અમે અમારી આ મહેનત સાર્થક ગણીશું એમ માનીને આ દિશામાં એક પછી એક કદમ માંડ્યા છે. સાહિત્ય ક્ષેત્રે અમારા આ ત્રીજા પ્રસ્થાનમાં મિત્ર અને શુભેછકેની હુંફ તો હોય જ, પણ અજાણ્યા મુરબ્બીઓએ પણ અમારે વાંસે થાબડી પ્રેત્સાહક બળ આપ્યું છે, જે વિશાળ સમુદાયની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy