________________
ફૂલો પણ હેાય છે. ધનિક લોકેા પાસે સાનાની મીને પૂરેલી કંકાવટીએ પણ હાય છે.
પ્રાચીન કાળમાં વપરાતી કંકાવટીઓના અદ્દભૂત નમૂના આજે પણ ઉપલબ્ધ થાયછે. રાજપૂત રાજાઓના રાજ્યાભિષેક વખતે તેની માતા અથવા બહેન સુથાળમાં કંકાવટી મૂકીને તિલક કરે છે, છાંટણાં નાખે છે અને ચોખાથી વધાવે છે. વીર યાદ્દાઓને સમરાંગણમાં જતાં પહેલાં તેમની બહેન કુમકુમ તિલક કરે છે.
ક'કાવટીના ઉપયાગ : ~~~ લગ્ન જેવા શુભ પ્રસંગે ક'કાવટીના ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. તેથી લાકજીવનની જેમ લોકગીતામાં પણ તેણે અનેાખું સ્થાન મેળવ્યું છે. આ શું લગ્ન પ્રસંગે ગવાતું ગીત :—
“ કંકુ છાંટી ક ંકોતરી મોકલે, કાડે કહાવે સુભદ્રા બહેની; વીરા વહેલા આવજો, દેવ દુંદાળાને લાવજો, એ છે પાર્વતીને પુત્ર.
..
ખીજું ગીત જોઇએઃ—
“માંડવડે કંઇ ઢાળાને બાજોડીકે કંકુ ધાળી લ્યોક કાવટી ખેલાવેા રે સહુ સાજન સ્નેહે કેશાભે માંડવ એઠા લખપતી’
એવાંજ ખીજાં ગીતામાં ક’કાવટીનું સ્થાન બતાવ્યું છે. ક કાતરી લખવા માટે પણ મુહૂર્ત જોવરાવાય છે અને ક ંકાવટીને બાજોડીની જમણી બાજુએ મુકવામાં આવે છે.
માંડવડે કંઈ ઢાળાને ખાજોઠી કે જમણી મેલાને કંકાવટી તેડાવા રે કંઈ જાણુપરના જોષી,
કે આજ મારે લખવી છે કેાતરી ”
લગ્ન પ્રસંગે ગણેશપૂજા, ગોત્રીજપૂજા, ઊકરડી, ચાકડા, મંડપ, મામેરૂ, દહેજ વધાવવા અને વરરાજાને પોંખવા વગેરે સમયે કંકાવટીનો ઉપયોગ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૨૩૫:
ગામડાની કુંવારી કન્યાઓ અને યુવતીએ ધામધૂમથી અનેક વ્રતાની ઉજવણી કરે છે. વડપૂજન જેવા વ્રતની ઉજવણી પ્રસંગે કન્યાએ થાળીમાં કંકુ ધેાળી કંકાવટી, દીવડે, સાપારી, કાચું સૂતર પૈસા અને કમળકાકડી વગેરે લઇને વડની પૂજા કરે છે. અને કુંકુનાં છાંટણાં નાખે છે.
તુલસીપૂજન કરતી નારીએ પશુ તુલસીને કુંકુમના છાંટણા નાખીને તેની આરાધના કરે છે. સ્ત્રીએાના સીમંત પ્રસંગે પણ ક'કાવટીના ઉપયોગ થાય છે. પેટમાં૪-૬ માસના આળકવાળી ભરવાડણ માતાએ પરસ્પર એકબીજાના પેટ પર ચાંલે ઊપયોગ તે થાય જ છે. ક'ને સગાઇ નક્કી કરે છે. ત્યારે પણ કંકાવટીને
અખાત્રીજને દિવસે ખેડુતા મુદ્દ કરવા નીકળે તે પહેલાં બળને અને પેાતાને ચાંલ્લા કરે છે. કુંકાવટીમાં બાળેલા કડકુવાળા દ્વારા બાંધે છે. અને અખાત્રીજ ઉજવે છે.
લગ્ન બાદ એકાદ
કરિયાવરમાં કંકાવટી :વર્ષે કન્યાનું આણુ વાળવામાં આવે છે ત્યારે કરીયાવરમાં જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની ’ સાથે ખાસ યાદ કરીને સૌભાગ્યના પ્રતીક સમી 'કાવટી પણ આપવામાં આવે છે. કન્યા રાજ સવારે ઉદ્દીને 'કાવટીમાંથી ચાંલ્લે કરે છે. પિતા શકિત અનુસાર કરિયાવર કરે છે. સારી સ્થિતી હાય તેા ચાંદી કે સાનાની કંકાવટી કરાવી આપે છે નહિતર પ્રેમાળ પિતા લાડલી પુત્રીને મોતીથી મઢેલી આકર્ષક ઢ'કાવટી આપે છે. કરિયાવરમાં આવેલી કંકાવટી કન્યાને પિયરની યાદ હંમેશને માટે આપે છે.
આ રિવાજ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ાજસ્થાનના રજપૂતા અને કહ્યુબી પરેશમાં વિશેષ જોવા મળે છે.
www.umaragyanbhandar.com