SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગૌરક્ષક સભા મેમ્બરઃ ધી પોર્ટ એડવાઈઝરી કમીટી ગુજરાત સ્ટેટ–મહુવા. પ્રેસીડન્ટ: ચેમ્બર ઓફ કામર્સ, ટ્રેઝરર : લાયન્સ કલબ ઓફ મહુવા. પ્રેસીડન્ટ, શ્રી ઓઈલ મીસ એસોસીએશન મહુવા. મેમ્બર વકીગ કમીટી: ધી ભાવનગર ડીસ્ટ્રીકટ એઈલ મીલ્સ એસોસિએશન અને અન્ય સ્થળે સુંદર સેવા આપી રહ્યાં છે. મુંબઈ ૧૬ વર્ષ રહીને દરેક ક્ષેત્રે મળેલ અનુભવોને લીધે પ્રગતિ કરવામાં ભાગ ભજવે છે. ખૂબજ પરોપકારી વૃતિના પરગજુ આદમી છે. શ્રી વનરાવન હરિલાલ મોદી:-તળાજાના વતની અને ઘણા વર્ષોથી મુંબઈમાં ધંધાર્થે વસવાટ કર્યો છે. કાપડની લાઈનમાં ધીમે ધીમે આગળ વધ્યા છે. ધર્મભાવના અને આધ્યાત્મિક વિચારોથી રંગાયેલા છે. એછુ બોલવું અને કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ બજાવ્ય જવી એ એમને મુદ્રાલેખ છે. વતનવાસીઓ અને વતનની સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃતિમાં પણ પ્રસંગોપાત રસ લ્ય છે. આગળ ચાલીને સમયશક્તિના ગે પણ અન્યનું કામ કરી આપવામાં સંતોષ અનુભવે છે. ખૂબજ ઉદારદીલના પરગજુ આદમી છે. શ્રી સુરેન્દ્રસિંહજી વિજ્યસિંહજી ગોહેલ –રાજવંશી કુટુંબના નબીરા અને છેલ્લા ઘેડા સમયથી સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારી તરીકે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી સુરેન્દ્રસિંહજી ગોહેલ લશ્કરી તાલીમના બચપણથી શેખીન હતા. ૧૯૫ર સુધી દહેરાદુન ઈન્ડીયન આર્મીમાં સેવા આપી છે. નેશનલ ડિફેન્સની આ ઉચ્ચત્તમ તાલીમ ઉપરાંત પેટસની પ્રવૃતિઓમાં પણ હંમેશા મોખરે રહ્યાં છે. ધંધાકીય દ્રષ્ટિએ હાલમાં ભાવનગરમાં લલીત ટ્રેડર્સના નામે ઈલેકટ્રીકલ, વાયર્સ પમ્પીંગ સેટ વિગેરે આઈટમ સાથે ધંધાને વિકસાવ્યો છે. ગીરાસદાર સમાજની કારોબારીમાં સભ્ય છે. ગીરાસદાર સમાજમાં ધંધામાં બહુ ઓછા માણસોએ ઝંપલાવ્યું છે જ્યારે આ વ્યક્તિએ નોજ રાહ અપનાવ્યો છે જે અભીનંદનને પાત્ર છે. શ્રી રૂપલાલ આર. ભાટીયા –પંજાબ તરફના વતની. મેટ્રીક સુધીનું શિક્ષણ લઈ સત્તર વર્ષની નાની વયે અમદાવાદમાં સૌ પ્રથમ આગમન. વીસ વર્ષની વયે સીનેમા લાઈનમાં નેકરીથી જીવનની શરૂઆત કરી. મેનેજર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ૧૯૫૪માં ભાવનગરમાં અને ૧૧માં અમરેલી રૂપમ ટેકીઝ શરૂ કર્યું. તેમની ધંધાકીય પ્રગતિ કરતાંએ સામાજિક સેવાઓમાં તેમના મૂલ્યવાન ફાળે રહ્યો છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર છે, ગુજરાત સ્પોર્ટસ ' કલબના લાઈફ મેમ્બર છે, લાયન્સ ઈન્ટરનેશનલ કલબના મેમ્બર તરીકે, કૃષ્ણકુમાર મોતીબાગ કલબના સભ્ય તરીકે સારી એવી સેવા આપી છે. લાયન્સ કલબ મારફત ચાલતા દવાખાના કમિટીમાં મેમ્બર . અને તેમનું દાન અમદાવાદમાં પંજાબ સેવા સમિતિમાં ભાટીયા કેમ્યુનિટના હિતાર્થે દાન. દેશના વિકટ પ્રસંગોએ તન-મન-ધનને ભેગે પણ સેવાઓ આપવાની હમેશા તાલાવેલી. સ્વયંપરૂષાર્થથી 'આગળ વધેલા શ્રી રૂપલાલભાઈ માતા ખોડીયારના અનન્ય ભક્ત છે. ધર્મભાવનાથી પણ રંગાયેલા છે. તેમના પુત્રોએ વિશ્વની મુસાફરી કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy