SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1006
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પેઢીને વહીવટ કરે છે. હકીકતે આ પેઢીનું સફળ સંચાલનશ્રી જેશંકર ત્રીકમજી દિક્ષિતને આભારી છે. ૧૯૩૨ થી આ પેઢીમાં સેવા આપવી શરૂ કરી તે પહેલા શિક્ષક તરીકેની કામગરી કરેલી.. મહેનત અને પુરૂષાર્થથી પાંચ વર્ષમાં આ પેઢીને સદ્ધર પાયા ઉપર મૂકી દીધી પોતે એક અજાણ્યા પ્રદેશમાં અહીં આવેલા પણ પિતાના મિલનસાર સ્વભાવથી અને સૌની સાથેની મિત્રાચારીથી ધંધામાં ધીમે ધીમે પ્રતિષ્ઠા ઉભી કરતાં ગયા. પોતાના વ્યવહારિક કામમાં શેઠને મૂલ્યવાન ફાળો છે. પોતે ગમે તે નિર્ણય લે એ હંમેશા માન્ય રહ્યો છે. વેપારી આલમમાં શ્રી દિક્ષિતનું સારૂ માન છે. શ્રી મગનલાલ લાલજીભાઇ –ભૂતકાળમાં જુદા જુદા કારખાનામાં કરેલી કરી બાદ પોતાના પ્રયત્નથી. કામ કરવાની પ્રેરણાથી પ્રેસ રેડ ઉપર મશીનરી તથા સ્પેરપાર્ટસ બનાવવાનું કારખાનું અને ફાઉન્ડ્રી શ્રી મહાલક્ષ્મી આયર્ન એન્ડ બ્રાસ વર્ક સને નામે શરૂ કર્યું. મૂશ્કેલીઓ આવી પણ નિરાશ થયા વગર કામ ચાલુ રાખ્યું. પારસી ભીસ્તા પાસે આવેલ ગોરડ સ્મશાનને ફરીથી વ્યવસ્થિત રીતે શરૂ કરવા ફંડ એકઠું કરવાની કામગીરી હાથ પર લીધી બજરંગ વ્યાયામ શાળાના પ્રમુખ છે. કૃષ્ણપરાડમાં પિતાના ઉદાર અને મીલનસાર સ્વભાવને કારણે ઘણીજ ચાહના મેળવી છે. છેલ્લા વશવર્ષથી પિતાના સ્વબળે જ એકધારે પુરૂષાર્થ ધંધામાં કર્યો છે. અને જે પ્રગતિમાં પરીણમ્યો. શ્રી દામોદર વાલજીભાઇ – પાલીતાણ તરફના વતની છે. ગાંધીજીની ચળવળ વખતે કેલેજ છે અને કરેંગે યા મરેંગે માં ભાગ લીધે. સમય જતા પિતાશ્રી જોડે મુંબઈમાં પિતાની કલરમીલમાં વખતોવખત જવાથી કામ કરવાની જૂદી જૂદી મશીનરીનું જ્ઞાન સંપાદન કર્યું. ખેર ચણાની દાળમાંથી કલાકે ત્રણથી દશ ગુણું ઉત્તમ પ્રકારનું બેશન બનાવવા માટેની અદ્યતન મશીનરી બનાવનાર તરીકે મુંબઈમાં જાણીતા થયા. એજીનીયરીંગ-મેન્યુફેકચરીંગ ઓફ પવરાઈઝર્સ એન્ડ એલાઈડ મશીનરીના અગ્રણી વ્યાપારી છે. જેસર હાઇસ્કુલમાં આ કુટુંબનું સારૂ એવું દાન અંકિત થયેલું છે. શ્રી મહમદઅલી નુરમહમદ મરચન્ટ-ભાવનગરના વતની છે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા સદભાગી બન્યા. ધંધાથે પણ પરદેશમાં પ્રવાસ ખેડે છે. ભાવનગરમાં સોહીલરાજ ઇન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન કરી રહ્યાં છે. તેમની સામાજિક સેવાઓ પણ નોંધનીય છે. રોટરી કલબના પ્રેસીડેન્ટ તરીકેના ભાવનગર મ્યુનિસિપાલીટીના મેમ્બર તરીકે અને ભાવનગર ઓઈલ મીલર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ઝળકતી કારકીર્દિ પસાર કરી છે. સૌને ઉપયોગી બની રહેનારા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે તેમની સારી એવી ગણના થાય છે. શ્રી રમણીકલાલ કેશવલાલ શેઠ–મહુવાની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને મહુવાના જાહેરજીવનમાં એક અગ્રણી તરીકે સુંદર છાપ છે. શ્રી રમુભાઈ પ્રેસીડન્ટ શ્રી મહુવા દશાશ્રીમાળી જ્ઞાતિ, વાઈસ પ્રેસી. ધી મહુવા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમીટી, મહુવા ચેમ્બર, કાર્યવાહી સમીતીઃ શ્રી મહુવા કેળવણુ સહાયક સમાજ, મહુવા. બેડ ઓફ ડીરેકટર, શ્રી મહુવા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy