________________
પ્રકાશકના બે મત
સૌથી પ્રથમ મારી ધર્મની વૃત્તિ સન ૧૯૧૮માંથી થઈ હતી. મારા એક મીત્ર અને શ્રી જશેનાથમાં જ્યાં અત્યારે કથા થાય છે ત્યાં જ થતી હતી, તેમાંથી મને પ્રથમ ભક્તિને રસ લાગે અને શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવનું જીવન ચરિત્ર વાંચ્યું. હદયમાં અને ઘર પુજાના કબાટમાં તેમને પધરાવ્યા. અને આરાધના શરૂ કરી, હદય ઈશ્વરભાવથી છલકાઈ જતુ હતું. આંખોમાં અશુઓ ટપકતા હતા. ત્યારપછી સત્સંગ કરતા કરતા શ્રી રામતીર્થજીના જીવન ચરિત્રના ૧૨ ભાગ વાંચ્યા. અને મારા જીવનમાં આત્મપ્રકાશ થયે. વેદાંત પર બચી થવા લાગી, જશોનાથમાં ચાતુર્માસમાં ઉપનીષદેને ખુબ જ પરિચય થયો અને તત્વજ્ઞાનની લગની લાગી.
સને ૧૯૬૨માં એક પુસ્તક “મોક્ષમાર્ગ પ્રવેશિકા” (નિજ બંધ રૂ૫) છપાવ્યું. અને જનતા જનાર્દનના ચણામાં મુકવું.
મા શાન થવામાં મુખ્ય મારા જીવનમાં ફેરફાર કરાવનાર સ્વામી શ્રી શેવિંદાનંદજી મહારાજ-સેંસીયા તેમજ શણપુર ગામ પાસે ચાચકા ગામમાં રહેનાર સાધુ સંત પુરૂષ શ્રી દયારામજી મહારાજ તથા ભાવનગરમાં જ ગુરૂ તરીકે સ્વીકારેલ શ્રી જુવાનસિહજી સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાધ્યાપક શાસ્ત્રીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com