________________
૨૫૮
માનવ
સંક્ષિપ્ત નિર્વાણપદ નિપૃહિ તે સાવ સ્વતંતર, કશી રહી ન કસુર; ત્યાગીને કેણ તાબે રાખે, હે કીસકી મગદુર.
(રાગ-તીલક કામદ) માનવ મુજને માનવ જે બનાવે,
મારી સઘળી પ્રભુતાને લજાવે. જન્મ મરણથી મુક્ત રહું છું;
તે પણ જનમ મનાવે; નાનું બાળક સમજીને મુજને, પારણુએ રે ઝુલાવે. માનવ હું શુદ્ધ ચેતન સાક્ષી રહ્યો છું,
પણ જડ જગમાં મનાવે; ઉત્તમ પદ ઈન્કાર કરી, મારી હલકી પદવી ઠેરવે. માનવ તડકે શીત નડે માનવને, મુજને વસ્ત્ર ધરાવે; વસવાને મુજ કાજે મટા, મદિર માળ ચણાવે. માનવ ભુખ તરસ લાગે નહિ તે પણ, મોટા થાળ ધરાવે; મારું નામ લઈ પુજારી, માલ મલીદા ઉડાવે. માનવ કા નુ ડે કહી મારું, ઈશ્વર નામ લજાવે;
જ્યાં જ્યાં ખેલ કરીને મુજને, નટની જેમ નચાવે. માનવ ભામિની ભેળે રઝળાવી, લંપટ માંહી લેખાવે, કપટી પણ કહેતા નવ ચૂક્યા, ચાહન ચેર ઠેરાવે. માનવ અશુદ્ધતા જાણું મારામાં, નિત નિત સ્નાન કરાવે હું છું શુદ્ધ છતાંય તે પણ આમ અજ્ઞાન જણાવે. માનવ શંકરને અવતાર ઠેરાવી, નાગે ભુત બનાવે; મહા વ્યસન મારામાં માની, ગાંજો ભાંગ ફુકાવે. માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com