________________
અધ્યાય-૨,
રાજરોગ થાય નહિં. તેનો દેહ દિવ્ય દેખાવનો રહે. તેનું શરીર સશકત રહેવાથી સંસારવહેવારમાં બળવાન તથા ફળવાન બને. તે માણસ નિર્વ શ ન થાય. તેનો કંઠસ્વર મધુર ને એકધારો કર્ણપ્રિય હોય. તદુપરાંત તે વેદ જણનાર ને શ્રોતમાન કર્માનુપ્રાન કરનાર હોવાથી જીવનમુક્ત બની કેલા નિવાસી બનનાર થાય એવું શકિતસામુદ્રિકનું અભયવચન છે. ભસ્મત્રિપુંડ રેખા
જે મનુષ્યને સવ્ય, અપસવ્ય-જમણું ને ડાબા હાથની કોણીઓ પર, હૃદયસ્થાન પર, કે ડુંટીપર મુકિતદાયની ભગવતી ભમદેવીની ત્રિપુરેખા હોય, અર્થાત ભસ્મની ત્રણ આડા કાપા જેવા આકારો દેખાતા હોય તે મનુષ્ય ભૂત, વર્તમાન અને ભવિષ્ય જેનાર, જાણનાર ને પ્રખર પંડિત હોય. તે દાનવો, માનવો ને દેના ઇષ્ટદેવ મહાદેવજીના શિવપંચાયતનને પુજનારે, માનનારે ને મનાવનારો વેદિક વર્ણાશ્રમી બ્રહ્માનિષ્ટ શ્રેત્રિય મહાપુરૂપ હોય. તેને પત્નિ, પુત્ર, તથા પુત્રરત્નો હોય. તદુપરાંત તે સ્વધર્માનુરાગી ને સ્વજાત્યાભિમાની હોય એવું વિનાયક સામુદ્રિકનું અક્ષય વચન છે.
શ્રી દ્વારકામાધધર શ્રી કલાનિધિતીર્થસ્વામિ મહારાજ જણાવે છે તેમ જેના પ્રકાશમાન કપાળમાં મેક્ષદાયિની ત્રિપુરેખા, ડોકમાં મુકિતદાયિની રક્ષરેખા, ને સ્ફટિક સમાન ડાબા ને જમણા હાથની કોણીઓ પર ને ખભાઓની નીચે પ્રવાલ સમી છાતીની વચમાં ને ડુંટીની ઉપર ભસ્મત્રિપુ જેવા ત્રણ ચંદ્રાકાર હોય તે મનુષ્ય વેદવિશારદ, બ્રહ્મવિદ, સ્વાત્માભિમાની, સ્વદેશાનુરાગી, ધર્મગાદીના ધર્મગુરૂ હોય. વૈદિક વિધિથી કાષાય વસ્ત્ર ધરી તે ધર્મધુરંધર પીઠાધિકારી જગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com