________________
૨૦૪
અધ્યાય–૧૮
નબળા શુકદેવતા.
નબળા શુક્રદેવને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સેનું, પુ, હીરાનું નંગ, ચોખા, ઘડે, ઘી, છીંટનું વસ્ત્ર અને ઘેળા ગુલાબના પુષ્પનું પુણ્યદાન લાયકાતવાળા મનુષ્યને કરવું તથા સોળહજાર જ૫ ઘીના દીવે અને અગરબત્તીની સાથે કરવાથી પ્રહદેવ અપરાધ ક્ષમા કરી કષ્ટ કાપશે, સન્મતિ આપશે, રોગશત્રને નાશ કરશે અને સુખી બનાવશે. નબળા શનિમહારાજ.
નબળા શનિ મહારાજને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સેનું, હું, શનિશ્વર ભગવાનનું લીલમનું નંગ, અડદ, ભેંશ, તેલ, કાળું વસ્ત્ર અને કાળા રંગનાં ફૂલનું પુણ્યદાન પાત્રતાવાળા માણસને આપવું તથા ત્રેવીસ હજાર જપ ઘીને દી તથા અગરબત્તીના ધુપની સાથે કરવાથી સંકટને સંહાર થશે, સદબુદ્ધિને સંચાર થશે, દેહવ્યાધિને વિનાશ થશે, ચિત્તની ચિન્તા ચુર્ણ થશે, પૈસાની પ્રાપ્તિ થશે અને મનના મરથ ફળશે. નબળા રાહુદેવતા.
નબળા રાહુદેવતાને સંતુષ્ટ કે પ્રસન્ન કરવાને માટે સેનું, સીસું, ગોમેદકનું નંગ, તલ, ઘડે, તેલ, કાળા રંગનું કપડું અને કાળા રંગના ફુલનું સુપાત્રને પુણ્યદાન કરવું તથા ઘીને દીવ અને અગરબતીને ધૂપ કરીને અઢાર હજાર જપ કરવા કે કરાવવાથી ગ્રહદેવતા આનન્દકાલ કરતા બનતાં ચગડોળે ચઢેલું મગજ સ્થિર થશે, અસ્વસ્થ થયેલું શરીર રસ્વસ્થ, સશક્ત અને સ્તુર્તિવાળું થશે, પૈસાની તાણીતાણું બંધ થઈ નાણું હરતુ ફરતું થશે, ઈજજતઆબરૂમાં વૃદ્ધિ થશે
અને પતિનપરિવારની શરીરની પિડા ટળી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com