________________
શાતિસામુદ્રિક
૨૦૩
નબળા અંગદેવતા.
નબળા મંગળદેવતાને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે ત્રાંબુ, પ્રવાલનું નંગ, મસૂર, રાતા રંગનું પશુ, ગોળ, રનું કપડું અને રાતી કરેણનાં પુલનું પુણયદાન યથાયોગ્ય પાત્રને કરવું તથા પવિત્ર શરીરે, પવિત્ર હદયે ઘીને દીવા સળગાવીને અને ધુપ કરીને દસ હજાર જપ કરવા કે કરાવવાથી મંત્રબળ પ્રભાવે ગ્રહદેવતા રાજી થવાથી દુઃખ દૂર થશે અને સુખ સાં પરો. નબળા બુધદેવતા.
નબળા બુધદેવને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવા માટે સોનું, કાંસ, પાનાનું નંગ, મગ, હાથી, ઘી, લીલા રંગનું કપડું અને લીલા પુલનું પુણ્યદાન સત્પાત્ર શોધીને કરવું તથા દીવા અને ધુમ સહિત ચાર હજાર જપ કરવા કે કરાવવાના વતપ્રભાવે ગ્રહદેવતા ખુશખુશાલ બનવાથી મુધિ નિર્મળ થશે. શકિત સબળ બનશે, આપત્તિઓ આવી જશે અને ઢીલમાં પડેલાં કાર્યો થવા માંડશે. નબળા ગુરૂમહારાજ,
નબળા ગુરૂ મહારાજને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવાને માટે સેનું, કાંસુ, પિોખરાજનું નંગ, ચણા, ઘોડે, શાક, પીળું વસ્ત્ર અને પીળા ચંપાના પુષ્પનું પુણ્યદાન યોગ્યતાવાળા માનવીને કરવું તથા ધૂપદીપ સહિત ઓગણીસ જાર જપ શુદ્ધ શરીરે, શુદ્ધ અંતરે અને શુદ્ધ વિધિઓ કરવાથી વિધિપ્રતાપથી ગ્રહદેવતાની મહેરબાની મળશે, મગજશક્તિ ખીલશે, હૃદયબળ વધશે. મસ્તક પર ઘેરાયેલાં વિપત્તિનાં વાદળ વિખેરાવા માંડશે અને કાર્યસિદ્ધિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com