________________
સુરસામુદ્રિક
૧૯
2003soon.
અણબનાવ ઉત્પન્ન કરાવે, ચિત્તને ચિન્તામાં ચકચૂર રાખે, કાયાને રોગકષ્ટ ઇત્યાદિથી પિડા કરે, ધારેલાં કામ ઢીલમાં પડે, પૈસાથી હાથ ભીડમાં રાખે, દુશ્મનને વધારે થાય અને હરિ હિમ્મતવાન બને. (૧૩) શુભ શનિદેવતા.
૩-૬-૧૧ એટલા સ્થાનમાં શનિશ્ચર અર્થાત નિમહારાજ જન્મ તથા નામરાશિથી હોય તે ફાયદે અપાવે, સુખી રાખે, ધન તથા વસ્ત્રની વૃદ્ધિ કરે, રાજવિ સમાન મોટા માનવીને સ્નેહ સંપાદન કરાવે અને કુટુંબ કબિલા તથા પતિ પરિવારમાં પ્રેમસહિત આદરભાવ વધારે. (૧૪) અશુભ શનિદેવતા.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી શનિદેવતા હોય તે કુટુંબમાં કંકાસ કરાવે, પરિવારને પિડા પમાડે, જીવાત્માને મુંઝવણમાં નાખે, રોગશત્રુને ભય ઉત્પન્ન કરે અને નાણાંનું નુકશાન કરાવે. (૧૫) શુભ રાહુવતા.
૧-૩-૬-૯-૧૦-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી રાહુદેવ હોય તે સતતિનું સુખ સંપાદન કરાવી લક્ષ્મીને લાભ અપાવે. (૧૬) અશુભ રાહુદેવતા.
૨-૪-૫-૭-૮-૧૨ એટલા સ્થાનમાં જન્મ તયા નામરાશિથી રાહદેવતા છે, તે તે મનુષ્યને સર્વ પ્રકારે અતિ કષ્ટ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com