________________
૧૫૪
અધ્યાય-૧૪
બનશે. એને પુરા આપને આપની અર્ધાગના સાથે અણબનાવ છે, એમ ગુરૂદેવતાનું વચન છે.
શુક્રગ્રહ. આપના શુકન માંગલિક વાજિંત્ર વગાડનાર છે. આપને લક્ષ્મીને લાભ મળશે, ભ્રાતાને ભાવ વધશે, ચિત્તની ચિંતા પૂર્ણ થશે, વંશવેલામાં વધારે થશે, સન્મિત્રની મુલાકાત થશે, મનની માની લીધેલી ક૯૫નામાં ધિરજ રાખજે. જે જે ચીજમાં આમ દ્રવ્યની હાનિ થવાની માની બેઠા છે તેમાં નુકશાન નહિં થતાં ફાયદો મળશે, આપના હાથમાંથી ગુમાવેલી ચીજ પાછી અચાનક આપના જ હાથમાં આવી ચઢશે. રાજભુવનના ભેગવિલાસ સમાન સુખસાહ્યબી ભેગવવાને ભાગ્યશાળી થશે. આપ શ્રી ચિત્તપૂર્ણ દેવીની પૂજા કરજો. એનાથી આપને મનવાંછિત ફળસિધિ થશેએની નિશાની આપને કોઈ પણ માણસ પ્રત્યે લેણદેણ નથી, એવું શુગ્રહનું વચન છે.
શનિમહારાજ. આ પ્રશ્નના શુકન મનના મનોરથ પરિપૂર્ણ કરનારા છે. માતા પાર્વતીની પૂજા કરજો, એથી આપનું કલ્યાણ થશે. પુત્રિની પ્રાપ્તિ થશે. વધુની વૃદ્ધિ થશે, ઘરઆંગણે માંગલિક વાજાં વાગશે, આપના ઉરનો ઉગ અદ્રશ્ય થશે. પરંતુ આપને એક સ્વાર્થ સાધુ સ્નેહી શત્રુ છે, તે આપને વિશ્વાસઘાત કરવાના દાવપેચ રમે છે. એ હેતુમિત્ર ઉપર ભરોસે મુકશે નહિં. ભૂતકાળમાં પણ એ હિતશત્રુએ આપને દગો દીધો છે. સાવધાન રહેજે. શ્રી ભવાનીદેવીની પૂજા કરજે; એથી આપના મસ્તક ઉપર ઘેરાતાં વિપત્તિનાં વાદળાં આપોઆપ વિખરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com