SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ ઉઠાવવાને રહે છે. અમારા તરફથી પ્રગટ થયેલ દલદાર સાઠ ફરમાના સચિત્ર સમ્રાટ સંપ્રતિના ગ્રંથમાં અમોને પૂરત અનુભવ થએલ છે કે જેમાં ગ્રંથકારને વર્ષગણત્રીની સાહિત્ય સેવાને બદલે પૂરતી નુકશાનીમાં ભગવો પડ્યો. દલદાર પ્રમાણિક ગ્રંથ સમાજને ચરણે ધર્યો આજ સાત વર્ષ થયા, જેની કીમત માત્ર પ્રચાર અર્થે સેવાભાવે રૂ. ૫, રાખી છતાં હજી છપાવેલ ૧૦૦૦ નકલમાંથી ૨૫૦ કેપીઓ શીલકમાં છે. આના કરતા કઈ જાતના ઇતિહાસકારની દુર્ઘટનાની વાત કરવી ? છતાં હીમતથી સંગૃહીત સાહિત્યને પ્રકાશિત કરવાની તીવ્ર સદભાવનાથી આ વિક્રમાદિત્યનું પ્રકાશન પણ લેખકની સેવાની સાચી લાગણીનું દર્શન કરાવશે જ, હવે પછીના પ્રકાશને હવે પછીના પ્રકાશમાં પણ આ જ દૃષ્ટિએ પ્રમાણિક સાહિત્યસાગરમાંથી નીચેના ગ્રંથનું સર્જન તૈયાર છે તે ક્રમશઃ વાંચક સમક્ષ ગ્રંથકાર સ્થાપિત સાહિત્ય મંદિર-દ્વારા પ્રકાશિત કરવાની પૂરતી યોજના મુજબ તૈયારીઓ ચાલુ કરેલ છે. જેમાં નીચેના ગ્રંથો જેમ બનશે તેમ જલદીથી વાંચકે ના હાથમાં રજૂ કરવા સંસ્થા પૂરતા પ્રયાસ કરશે. ૧. અધરી રમત આ ગ્રંથમાં અમાત્યપુત્ર સ્થૂલિભદ્રનું જીવનચરિત્ર પૂરતી ઐતિહાસિક સામગ્રી સાથે રજુ થએલ છે. ૨-૩ ગુજરાતને સુવર્ણયુગ (ભાગ ૧-૨) ( ૧ લે ભાગ મહારાજા સિદ્ધરાજ જયદેવ અને શ્રી હેમચંદ્રાચાર્યને લગતા પ્રસંગેથી ભરપૂર અને વ્યાકર રચનાને અંગે મહત્વતાભર્યો છે. ૨ જે ભાગ-મહારાજા કુમારપાળને લગતું અદ્ભુત વર્ણન, તેમજ શ્રી કલિકાલસર્વજ્ઞના અંતિમકાળ સુધીના માચક પ્રસંગોને આ ગ્રંથમાં લેવામાં આવેલ છે. ૪. લાઈટ ઓફ ઈન્ડીયા-પ્રભુ મહાવીર આ ગ્રંથમાં પ્રભુ મહાવીરની જીવનપ્રભા--આધુનિક સાહિત્યકારોને રૂચે ને માન્ય રહે તેવી રીતે લેવામાં આવેલ છે. ૫. મગધનો નાથ આ ગ્રંથમાં મહારાજા શ્રેણિક, પ્રભુ મહાવીર, મહાત્મા ગૌતમ બુદ્ધ, તેમજ શ્રેણિક રાજકુટુંબને લગતા રોમાંચક પ્રસંગ રજુ કરવામાં આવેલ છે. ગ્રંથરચનામાં બૌધ સાહિત્યમાં રહેલ રખલનાને સમન્વય સંદરતાથી કરવામાં આવેલ છે. ૬. મહારાજા શ્રીપાળ કુમાર| મુંબઈ સમાચારની રવિવારની ૧૮ આવૃત્તિઓમાં આ ચરિત્રે ૧૯૪૬ ની સાલમાં ગુજરાતી વાંચક આલમનું ધ્યાન આ ચરિત્ર પર કેન્દ્રિત કર્યું હતું એટલું જ નહિ પણ સમર્થ સૂરીશ્વરો અને સાક્ષરએ મુક્તક કે પ્રશંસા કરી હતી તે ચરિત્ર આબાળવૃદ્ધ સર્વે માટે તેમજ શિક્ષણ અને ગૃહક બમાં આદર્શ શિક્ષકની ગરજ સારનાર બનેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy