________________
૧૬૪
[ સમ્રાટું વિક્રમાદિત્ય
પ્રભુતા નામની આઠ મહાસિદ્ધિ દેવી દર્શને આવે છે. વિક્રમ પણ તેમની પાછળ જઈ ઉકળતા તેલની કઢાઈમાં વીગાની પાછળ પડે છે. ત્યાં તે દેવતા હાજર થાય છે. દેવીએ પ્રસન્ન થઈ રાજાને મહાપ્રભાવશાલી આઠ રત્નો આપે છે. રાજા તે લઈ અવંતી તરફ આવે છે. રસ્તામાં એક દારિદ્રશેખર પંડિત, દારિદ્રયના તાપથી તાપિત થઈ ઘર બહાર નીકળે છે. તે રાજાને મળે છે. રાજા એ આઠ રને તેને બેટ આપી દે છે.” આ સાંભળી રાજા ભોજ જતો રહે છે.
૨૨ બાવીસમી પૂતળી-સૌભાગ્યમંજરી પૂતળી રાજાને કહે છે, “તમે જે વિક્રમાદિત્ય જેવા હો તે સુખે આ સિંહાસન પર બેસે. રાજા વિક્રમાદિત્ય ભ્રમણ કરતે એક દિવસ અષભદેવ પ્રભુના મંદિરમાં ગયા છે, ત્યાં એને એક પરદેશી મિત્ર મલે છે, જે એક રાજ છે. બંનેને પરિચય થાય છે. પરદેશી રાજા વિક્રમને કામાખ્ય દેવીની કથા કહે છે અને ત્યાં રહેલ રસકૂપિમાં લેવા પિતે ગયાની અને તે પ્રાપ્ત ન થઈ તે વાત જણાવે છે. વિક્રમ તે માટે ત્યાં જાય છે અને પિતાનું બલિદાન આપવા તત્પર થાય છે. છેવટે દેવી પ્રસન્ન થાય છે, અને રસસિદ્ધિ પિતાના મિત્રને અપાવે છે.” ભેજરાજ આ સાંભળી ચાલ્યા જાય છે.
૨૩ તેવીસમી પૂતળી—ચંદ્રિકા કહે છે-“હે ભેજ રાજ ! તમારે અહીં બેસવું યોગ્ય નથી. રાજ વિકમ નવમને પરમ ઉપાસા બન્યો છે, નિરંતર જિનપૂજા, તરવશ્રવણ, સાધુસંગ, દાન, દયા બાદિ કરે છે. એક વાર સુરેંદ્ર તેની પ્રશંસા કરતાં કહે “ત્રણ જગતમાં વિક્રમ જેવો સાહસી, પરાક્રમી, દાનેશ્વરી, ધર્મપરાયણ બીજા કોઈ નથી.” ઈન્દ્રનું આવું વચન સાંભળી એક દેવ તેની પરીક્ષા કરવા નીચે આવે છે. રાજાને દુઃસ્વપ્ન આપે છે. રાજા રાજભંડારનું દાન કરે છે અને છેવટે રાજ્ય પણ બીજાને આપી પિતે ચાલી નીકળે છે. દેવતા રાજાનું આ સાહસ જોઈ પ્રસન્ન થઈ રાજાને તેનું રાજ્ય પાછું આપે છે.” આ સાંભળી ભોજરાજ મહેલે ચાલ્યા જાય છે.
૨૪ ચોવીસમી પૂતળી-હંસગમના ભોજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે-“આ સિંહાસન તે સિંહની ગુ જાણવું. એના ઉપર તે રાજા વિક્રમ જ શોભે. પછી પૂતળી શાલિવાહનની કથા કહે છે. રાજા વિક્રમ શાલિવાહનને બોલાવવા દૂત મોકલે છે, શાલિવાહન નથી જ, આખરે પ્રતિકાનપુરના રાજા પાસે તેની માગણી થાય છે, છતાંયે તે નથી જતે એટલે વિક્રમાદિત્ય સન્મ લઈને આવે છે. શાલિવાહનને દેવતા સહાય કરે છે અને તેથી એ વિક્રમના સૈન્યને મૂર્શિત કરી દે છે. વિક્રમ રાજા વાસુકી નાગનું આરાધન કરે છે. નાગરાજ પ્રત્યક્ષ થાય છે અને તેને અમૃતકુંપ દેવા પાતાલમાં લઈ જાય છે. વિક્રમ અમૃત લઈને આવે છે. ત્યાં રરતામાં શાલિવાહને મોકલેલા બે ચાકરો અમૃતકંપની યાચના કરે છે. મહાપરોપકારી વિક્રમ પિતાના મૂતિ સૈન્યની પણ પરવા કર્યા વગર યાચકને અમૃતકુંપ આપે છે. વાસુકી નાગ વિક્રમની આ દાનશૂરતા જોઈ બીજે અમૃતકુંપ આપે છે. વિક્રમાનું સન્ય જીવિત થાય છે અને શાલિવાહન રાજા ૫ણ વિક્રમાદિત્યનું ઔદાર્ય જોઈ તેની પાસે આવીને નમે છે.” આ કથા સાંભળી ભેજરાજા નિરાશ થઈ પાછો જાય છે.
આ પચીસમી કથામાં જરૂરી જોતિષ જ્ઞાન ગ્રંથકારે આપ્યું છે. સંક્ષેપમાં બહુ જ ઉત્તમ વસ્તુ રજૂ કરી છે, જેથી ગ્રંથકાર ઉત્તમ જતિષી હશે એમ સિદ્ધ થાય છે,
૨૫ પચીસમી પૂતળી–વિઘપ્રભા કહે છે “જે વિક્રમાદિત્ય જેવો હોય તે અહીં બેસે. એક વાર એક અપૂર્વ જ્યોતિવિદ પંડિતે વિકમ રાજાને કહ્યું, અમુક વેગથી બાર વર્ષને ભયંકર અકાલ માલવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com