________________
પરિશિષ્ટ ૨ જુ ]
: ૧૩ .
આપ્યું તે કથા કહે છે. આ ભાટ પૃથ્વી માત્રનું ઋણ છેદનાર, દારિદ્રને તાપ એલવનાર, પિતાના જીવનને પણ આપી દેનાર, શત્રુને પણ સમૃદ્ધિ આપનાર વિક્રમ રાજાની સ્તુતિ ચંદ્રશેખર રાજા પાસે કર છે, ચંદ્રખર રાજ દેવીને આરાધી વિકમ જેવા થવાનું વરદાન મેળવે છે. દેવી તેને એક શરતે વચન આપે છે કે તારે રોજ અગ્નિમાં બળવું. રાજા વિકમ પિતાના પ્રતિસ્પદ્ધિની આ વાત સાંભળી પોતે ભાવી અગ્નિમાં બળવાનું દેવી પાસે બંધ કરાવે છે અને પ્રતિદિને પણ ગુણી બનવામાં સહાયક થાય છે. હે રાજા ભોજ! આ ગુણ તારામાં છે?” આ સાંભળી ભોજરાજ ચાલ્યા જાય છે.
૧૮ અઢારમી પૂતળી– આ ચંદ્રમુખી નામની પૂતળી ૫ણ રાજા ભેજને સિંહાસન પર બેસવાની મના કરતાં કહે છે કે-“હે માલવ ભૂપાલ! તારે આ આસનને તે અડકવું પણ નહિ.” પછી પૂતળી રાજા વિક્રમે એક અદ્ભુત સરોવરમાં જઈ, સૂર્યના રથંભ ઉપર ચઢી તેની પ્રસન્નતાથી મળેલા બે ઉત્તમ કંડલ, કે જેમાંથી જ બે ભાર સુવર્ણ મલે તેમ હતું, એવાં ઉત્તમ કુંડલે પણ યાચકને આપી દીધો, એ કથા કહે છે. એ સાંભળી ભોજરાજા મહેલમાં જાય છે.
૧૯ ઓગણીશમી પૂતળી–અનંગધ્વજા રાજા ભોજને ના પાડતાં કહે છે-“વિક્રમાદિત્ય જેવા ગુણ તમારામાં હોય તે બેસો. વિક્રમ રાજા મહાપરાક્રમી, સત્યવક્તા, ધર્મનિષ્ઠ અને દાતા હતા. તેના રાજ્યમાં પાત્રને દાન, દીનને મદદ અને અતિથિને સત્કાર મળત. સર્વત્ર દારિને નાશ થઈ ગયા હતા. એક વાર એક મહર્ષિ રાજા પાસે આવી કહે છે કે એક વરાહ અમારા આશ્રમ, યજ્ઞકુંડ, ઉદ્યાનને નાશ કરે છે, તેથી અમારું રક્ષણ કર. રાજા બા સાંભળી ત્યાં જાય છે. વરાહ નામે છે. ત્યાં બધા દેવે મળે છે. છેલ્લે બલિરાજા મળે છે. વિક્રમને ઓળખી પિતાના અધ સિંહાસન પર બેસાડી હર્ષથી તેની ખૂબ પ્રશંસા કરી તેને શીઘરસાયનરૂ૫ રસ, જેનાથી સુવર્ણ અને નિરાગતા થાય તે આપે છે. રાજા મા લઈ પાછો આવે છે. રસ્તામાં યાચકને જોઈ આ અણમૂલ વતુ યાચકને આપી દઈ પ્રસન્ન મને ઘેર આવે છે.” રાજા ભોજ વિક્રમાદિત્યનું આ સાહસ અને દાનગુણ સાંભળી પાછો આવે છે.
૨૦ વીસમી પૂતળી-રાજા ભેજને કુરંગનયના પૂતળી કહે છે-“હે સ્વામિન ! આ સિંહાસન પર તારે બેસવું ચોગ્ય નથી. વિક્રમાક ભૂપાલને ઈન્ડે આ સર્વતૈભદ્ર નામનું આસન આપેલું છે. આ સિંહાસન ઉપર વિક્રમાદિત્ય વિના અન્ય શેભે તેમ નથી. વિક્રમાદિત્ય એક લેક સાંભળી વિદેશમાં જાય છે. ત્યાં અદ્ભુત આશ્ચર્ય અને અનેક તીર્થો જોતે પાપુરનગરમાં જાય છે. ત્યાંના જિનમંદિરમાં વધમાન જિનને નમી રંગમંડપમાં જાય છે. ત્યારે ત્યાં ચાર કા૫ટિકે, ચાર ચાર દિશાઓમાં ફરીને આવ્યા છે તે દરેક પોતપોતાનાં આશ્ચર્ય કહે છે. તેમાં ચોથો કહે છે-એક અદભુત થાગીદ છે, પણ હું તેમની પાસે જઈ શકો નહિ, ત્યાં જવામાં બહુ કષ્ટ છે. રાજા વિક્રમ ત્યાં જાય છે અને ધોગીરાજને નમન કરે છે. આથી યોગીરાજ વિકમ ઉપર પ્રસન્ન થઈ અભુત શક્તિવાળા સિહદંડ, કંથા અને ચાખડી આપે છે. રાજા એ લઈ અવંતીમાં આવે છે. રસ્તામાં એક રાજવીને મૃત્યુ પામતો જોઈ તેને બચાવી રાજ્ય મેળવવા ઉપર્યુક્ત ત્રણે વસ્તુઓ દાનમાં આપી દે છે. ધન્ય છે તેની દાનવીરતાને!” આ સાંભળી ભેજરાજ પિતાના મહેલે જાય છે.
- ૨૧ એકવીસમી પૂતળી-લાવણ્યવતી રાજા ભોજને વિક્રમના સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે-“જે વિક્રમાદિત્યના જે ઔદાર્ય ગુણ હોય તે આ આસને બેસે. રાજા વિક્રમ મંત્રીપુત્રના કહેવાથી એક જિનમંદિરમાં જાય છે, ત્યાં અમા, મહિમા, લધિમાં, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com