________________
અરે પુત્ર! દોડો દેડ. આ દુષ્ટ ભેગની ઈચ્છાથી મારી આવી રીતે કર્થના કરીને જતું રહે છે તે સાંભળી તેના પુત્રે પ્રદયુમનની પાછળ યુદ્ધ કરવા દેડયા. પ્રદયમને વિદ્યાનાં બળથી તે સર્વને હણી નાંખ્યા પુત્રને હણાયેલા સાંભળીને તેને પીતા જાતે યુદ્ધ કરવા લાગ્યો. તેને પણ પ્રયુમને કીડા માત્રમાં જીતી લઇને બાંધી લીધે. ત્યારે તે બેલ્યો કે હે પુત્ર! શા માટે મારી કદથના કરે છે. સત્ય વાત હોય તે બેલ ! ત્યારે કુમાર બે યે કે--હે પીતા ! આ તમારી સ્ત્રી સારી નથી અને હું તેનું ચેષ્ટિત કહી શકું તેમ નથી -
આ પ્રમાણે વાત થાય છે તેવામાં અકસ્માત નાર ત્યાં આવીને પ્રદયુમનકુમારને કહ્યું કે--હે કુમાર ! તારા પીતા શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાને પુત્ર ભાનુકુમાર જે પ્રથમ પરણશે તે શરત પ્રમાણે તારી માતાને પોતાના માથાની વેણી કાપીને તારી ઓરમાન માતાને આપવી પડશે અને માથાનાં કેશ આપવાનાં કષ્ટથી તથા તારે વિયેગનાં કષ્ટથી દુઃખી થયેલી તારી માતા તારા જે પરાક્રમી પુત્ર છતાં પણ મરણ પામશે. તે સાંભળીને હર્ષ પામેલ પ્રહયુમન વિમા નમાં બેસીને નારદની સાથે દ્વારીકા નગરીનાં ઉપવનમાં આ પછી વિમાન સહિત નારદને ત્યાંજ મુકીને પ્રદયમને વેશ પરાવર્નન કરી ભાનુનાં વિવાહ માટે આણેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com