________________
નિવેદન,ઈર્ષાવાન પ્રાણું કેઈની ચઢતી સંપત્તિ-સુખ જોઈ શકતા : નથી. અર્થાત જોઈને કે સાંભળીને તેને જીવ બળીને ખાખ થઈ જાય છે. ને તે ક્યારે નીચે પડે અર્થાત તેને કયારે ઉપદ્રવ થાય તેવું ચતવે છે. ને જે તેનું ચાલે છે તે તેને નાશ કરવા સુધી પણ લલચાય છે.
કામાંધ પુરૂષ અથવા સ્ત્રી પોતાની ઈચ્છા પાર ન પડવાથી તેઓ કેટલી બધી કુયુકિતઓ ચલાવી સામાને પ્રાણ સમાન સંકટમાં નાખે છે, તે આ કનકમાળાના દાખલાથી સમજાશે આખર તે સત્યને જ વિજય છે. પરંતુ તેને સહન કરનાર વીરલાજ છે.
પ્રદ્યુમન કુમાર પિતાનું બુદ્ધિ-ચાતુર્ય કેળવી કેટલાં બધા આશ્ચર્યો કરી બતાવે છે. વાંચતા જ આપણે તેને ઉપર આકીન થઈ જઈ તેને ધન્યવાદ આપવા સીવાય રહી શકતા નથી.
નામે મુળ પુત્રો' એ કહેવત પ્રદ્યુમનકુમાર સાચી કરી બતાવે છે.
આ વાર્તામાં ભુલચુક જણાય તથા અશુદ્ધિ હોય તે ૫ડિત પુરૂષે દરગુજર કરશે એવી આશા સાથે વીમું છું,
લી. સંગ્રહક - મેંતીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com