________________
પાછા સભામાં આવી જુવે છે તે ત્યાં પણ શ્રી કૃષ્ણને જોય, એટલે બળરામે કહ્યું કે–તમે બે રૂપ કરીને મને લજજીત કર્યો. કૃષ્ણ બોલ્યા કે હું સેગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયેજ નથી. ત્યારે સત્યભામાએ કહ્યું કે-સર્વત્ર તમારૂં જ ચેષિત જણાય છે તે સાંભળીને વીલખા થયેલા કૃષ્ણ રૂક્ષમણીને ઘરે આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રૂક્ષમણીને કહ્યું કે-જેણે અહીં શ્રી કૃષ્ણનું રૂપ કર્યું હતું તેજ તમારે પુત્ર આ પ્રદયુમન છે. તે સાંભળીને તરતજ પ્રદવુમન માતા પિતાનાં ચરણમાં નમન કરીને બે હાથ જોડીને બોલ્યા કે હું તમારે પુત્ર જ્યાં સુધી સર્વ યાદને કાંઈક અપૂર્વ ચમત્મકાર ન બતાવું ત્યાં સુધી તમે બને મૌન રહે તે સાંભળીને તે બન્નેએ તેને આલીંગન કરીને તેનું વચન સ્વીકાર્યું.
પછી પદયુમન પિતાની માતાને રથમાં બેસાવીને ચાલ્યો અને શંખ વગાડીને સર્વ યાદવે ને શોભ પમાડતે સત તે બે કે હું આ રૂક્ષમણીનું હરણ કરીને જાઉ છું. તેથી જે કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરે, હું એકલો જ સર્વ વૈરીઓને નાશ કરવા રામર્થ છું. એમ બોલતે તે ગામ બહાર નીકળ્યે તે વખતે શ્રી કૃષ્ણ વિચાર્યું કે જરૂર આ કેાઈ માયાવી મને પણ છેતરીને મારી પત્નિનું હરણ કરી જાય છે. માટે મારે તેને હણ જોઈએ એમ વિચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com