________________
જંગલી જાનવરેની હિસા.
ઉપરના સરકારી આંકડાઓ ઉપરથી કોઈ પણ વાચક સહજ સમજી શકે તેમ છે કે પ્રતિ વર્ષ જંગલી જાનવરેને સંહાર જેમ વધારે વધારે કરવામાં આવ્યો છે, તેમ તેમ તે જંગલી જાનવરે દ્વારા મનુષ્યોને સંહાર વધારે વધારે થઈ રહ્યો છે.
અર્થાત્ જેમ જેમ જાનવરને વધારે મારવામાં આવે છે, તેમ તેમ તે જાનવરોની સંખ્યા વધતી જ જાય છે. આફ્રિકાદેશમાં વાઘ સિંહ ઘણું થાય છે. લગભગ તે દેશના રહેવાસીઓ મોટે ભાગે શિકારી છે. શિકારે પૂબ થાય છે, છતાં આફ્રિકા તો એને એજ વાઘ-સિંહને દેશ રહ્યો. એનું અસ્તિત્વ હજુ સુધી ઓછુ નથી થયું.
મારવાના પ્રયોગમાં આનાથી વધારે નિષ્ફળતા બીજી કઈ હોઈ શકે? કહેવાની કંઈક જ આવશ્યક્તા નથી કે જેમ જેમ જીવોની હિંસા વધારે કરવામાં આવે, તેમ તેમ તેની ઉત્પત્તિ વધતી જ જાય છે. એક સામાન્યમાં સામાન્ય અનુભવની વાત છે કે જે લોકે માંકડને મારતા નથી તેઓના ઘરમાં ક્વચિત્ જ માંકડ થતા આપણે જોઈએ છીએ, જ્યારે મારનારાઓ ભાગ્યે જ માંકડના ઉપદ્રવથી બચેલા રહે છે. જે પ્રાન્ત અને ગામે હિંસક છે, હિંસા કરનારાઓની વસ્તી વધારે છે, એ પ્રાન્ત અને ગામમાં એવાં ઝેરીલાં જાનવરની ઉત્પત્તિ વધારે જ હોય છે, અને તેનાથી તેનાં મૃત્યુ પણ વધારે થાય છે.
૧૫૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat