________________
સમયને ઓળખે. સૂત્રોની આજ્ઞા પ્રમાણે-ઉપગપૂર્વક–વિધિપૂર્વક ભ્રમણ કરે, આવી અવસ્થામાં પણ કદાચિત એમના પગથી કઈ જીવની વિરાધના થઈ જાય, તે તેઓ કહી શકે કે-“શું કરું, ઉપગ પૂર્વક ચાલતું હતું, પરંતુ અકસ્મા–અનુપગથી વિરાધના થઈ ગઈ. મારો ઈરાદો એ જીવને મારવાનો–દુઃખી કરવાને નહિં હતો પરંતુ જે ઈરાદાપૂર્વક જ કેઈ જીવને વધ કરી રહ્યો છે, અને કહે છે કે મારા પરિણામ મારવાના નથી. હિંસા કરવાના નથી.” તે તે એક પ્રકારને વદતે વ્યાઘાત, ખેટ ભ્રમ અથવા શાબ્દિક છલ નહિં તે બીજું શું કહેવાય? ગાંધીજી વાછરડાના શરીરન્ત પછીના સુખને અભિપ્રાય જણાય છે, પરંતુ એ તે પહેલા લેખમાંજ બતાવવામાં આવ્યું છે કે વાછરડે આ શરીર છેડયા પછીની અવસ્થામાં આથી વધારે સુખી થશે, એમ નિશ્ચિત રૂપે ગાંધીજી કે કેઈપણ શી રીતે કહી શકે તેમ છે ? કારણ કે ગાંધીજી પોતે એ વાત સ્વીકારે છે કે–મનુષ્યનું જ્ઞાન, એ મર્યાદિત જ્ઞાન છે. આવી અવસ્થામાં, પ્રત્યક્ષ અનુભવમાં પણ આપણે ઘણું વખત ખેટા પડીએ છીએ તો પછી પક્ષ–આગામિ જીંદગીના સુખ દુઃખની કલ્પના કરવી, એ નરી અજ્ઞાનતા નહિં તે બીજું શું છે? અને આવી આવી આવી કલ્પનાઓ કરીને જે હિંસાઓ કરવામાં આવે અને એ હિંસાઓને અહિંસા સમજવામાં આવે, તે તે પછી ઉપર આપેલાં અનેક દષ્ટાન્તના પ્રસંગમાં કેઈને પણ હિંસા ન જ લાગવી જોઈએ; પરંતુ આ માન્યતા ખરેખર
૧૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com