SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. વળી આત્માને દુ:ખમુક્ત કરવાની ડાકટરની ધારણું અને પ્રાણ હરણ કરનારની એક સરખી કહેવામાં આવે છે, તે પણ ઠીક નથી. કારણ કે–ડાકટરને ઈરાદે એ પ્રાણુને દુઃખ મુક્ત કરવાનું છે, જ્યારે પ્રાણ હરણ કરનારને ઈરાદો પ્રાણમુક્ત કરવાનો છે, કદાચિત્ એમ કહેવામાં આવે કે પ્રાણમુક્ત એટલા માટે કરવામાં આવે છે કે તે દુ:ખમુક્ત થાય, પરંતુ એ તો આપણું મનઘડંત જૂઠી કલ્પના છે. કારણ કે પ્રાણમુક્ત કરવાથી એ જીવ, દુઃખ મુક્ત થયા છે, એવું આપણે શા ઉપરથી જાણી શકીએ? એ જાણવાનું આપણુ પાસે કંઈ સાધન જ નથી. અને એ તો પહેલાં જ કહેવામાં આવ્યું છે અને દરેકની લગભગ અનુભવસિદ્ધ વાત છે કે હજાર દુઃખે એ પ્રાણરક્ષાની આગળ કંઈ ચીજ જ નથી. દરેક પ્રાણું ગમે તે ભેગે પ્રાણની રક્ષા પહેલાં જ ચાહે છે. જ્યારે એજ પ્રાણોને આપણે દૂર કરીએ અને એમાં “અહિંસા ધર્મ ” માનીએ, એના જેટલી વિપરીતતા બીજી કઈ હોય શકે ? ગાંધીજી એક તત્ત્વજ્ઞાન એ પણ પ્રકાશે છે કે “મૃત્યુદંડને જે ડર અત્યારે સમાજમાં જોવામાં આવે છે તે અહિંસા ધર્મના પ્રચારમાં ભારે બાધા કરનારી વસ્તુ છે.” બેશક, એ વાત ખરી છે કે મૃત્યુને ભય મનુષ્ય ન રાખ. અને જેઓ પિતાની જિંદગી ધાર્મિક વૃત્તિથી, નૈતિક આચરણથી વ્યતીત કરે છે, એને મૃત્યુને ભય રહેતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy