________________
સમયને ઓળખો. લાવવા માટે પશુઓનું લોહી છાંટવામાં આવે છે, તેમ ખેળ માટે ચરબી વાપરવામાં આવે છે. વિચારવાની વાત છે કે લેાહીના બંદને અપવિત્ર ગણું જ્યાં સુધી તે દૂર ન થાય ત્યાં સુધી પઠન-પાઠનાદિ કંઇપણ ક્રિયા ન કરવાની ભાવના અને વિચાર રાખનાર જૈને તેવાં વસ્ત્રો પહેરે ? પહેરે એટલું જ નહિ, તે પહેરીને સામાયિક, પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા કરે, એના જેવી ઘેલછા બીજી કઈ ગણાય ? મંદિરમાં લેહીને છોટે પાયે હોય તે આખું મંદિર દેવાની ક્રિયા કરાય. પણ કહેવાય છે તે પ્રમાણે લેહીથી ખરડાએલ વસ્ત્રો પહેરી મંદિરમાં જવાય અને પૂજા થાય. એ કેટલું આશ્ચર્ય ! જ્યાં સુધી અશુદ્ધિ-અપવિત્રતા દૂર ન થાય, ત્યાં સુધી કેમ કહી શકાય કે આપણે શુદ્ધ છીએ-પવિત્ર છીએ ? વધુ આશ્ચર્યને વિષય છે એ છે કે ત્યાગની મૂતિઓ ગણાતા, મેહ મમત્વના ત્યાગી કેટલાક મુનિવરે પણ પોતાની આ અપવિત્રતાને દૂર કરવામાં ભારે આંચકે ખાય છે. બલ્ક શુદ્ધ વસ્ત્રો પહેરવાની વાત કાઈ કરે છે કે ઝટ કાન ઊંચા કરે છે. મુનિરાજોને આવો મેહ રાખવો કેમ પાલવે ? આમ કાત ઊંચા કરવા કેમ શોભે ? તેઓ તે ત્યાગી બન્યા, તેમને વળી મલમલની મુલાયમતા કે રેશમની કુમાશતા ઉપર મોહ શે ? મુનિરાજોથી તો આવી હિંસાને ઉત્તેજન અપાય જ કેમ ? હિસાજન્ય વસ્તુઓને સ્વીકાર એટલે હિંસાને ઉત્તેજન, એ એક બાલક પણ સમજી શકે તેવી હકીકત છે. જે વસ્તુની જેટલી વપરાશ વધારે હોય તે વસ્તુની તેટલી પેદાશ–ઉપજ વધારે હોવી જ જોઈએ. અને ચીજને ઉત્પન્ન કરતાં જે હિંસાજન્ય દોષ લાગે, તેના ભાગી બધા યે થાય. મનુજીએ જીવવધના કાર્યમાં સાત જણને પાતકી બતાવ્યા છે. જેમાં “a ” કરીને ખાનારને પણ ગણાવ્યા છે. તેવીજ રીતે રેશમી અને વિલાયતી વસ્ત્રોમાં જે હિંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com