________________
થાય છે તેના ભાગીયા તે વસ્ત્રોને પહેરનાર કેમ નહિ ? જૈન દૃષ્ટિએ કરનાર, કરાવનાર અને અનુમોદનારને–ત્રણેને ભાગી બતાવ્યા છે. આ રીતે પણ તેવાં વસ્ત્રોને પહેરનાર એક પ્રકારે અનુમોદનાર-ઉત્તેજન આપનાર હોઈ પાપના ભાગી જ થાય, એ સ્પષ્ટ બાબત છે. આ બેવડી અપવિત્રતા વહારીને પણ મુલાયમતાને મેહ ન હોય, તે પછી શુદ્ધિ-પવિત્રતાની વાત જ કયાં રહી ? અત એવ જૈન સમાજનાં ચારે અંગેઓ-સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકાઓએ જ્યાં જ્યાં આ અપવિત્રતા પેસી ગઈ હોય ત્યાં ત્યાંથી તેને દૂર કરી શુદ્ધ થવાની ખાસ આવશ્યક્તા છે.
બીજી બાબત કેશર સંબંધી છે. કેશરને ઉપગ મટે ભાગે જૈન મંદિરોમાં થાય છે. એટલે કેશરને પ્રભુ પૂજાનું એક ઉપકરણ માનવામાં આવ્યું છે. ઉપકરણ એટલે સાધન. કેઈપણ સાધ્યને માટે સાધનો એક નહિં અનેક હોય છે. અને એવો તો નિયમ કદાપિ હાઇજ ન શકે કે અમુક ક્રિયામાં અમુક સાધન ન હોય તો તે ક્રિયા થઈ જ ન શકે. મેક્ષ જેવી અલભ્ય વસ્તુની પ્રાપ્તિ-સાધ્ય માટે પણ અનેક સાધન શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, ત્યારે પ્રભુપુજા જેવી ક્રિયામાં અમુક વસ્તુ ન હોય તે તે ક્રિયા નજ થઈ શકે, એવી માન્યતા કેમ રાખી શકાય ? ગુલાબનું ફૂલ ન મળે તે શું કેવડ અથવા ચંબેલી આદિ ઉત્તમ સુગંધિત પુષ્પોથી કામ ન થઈ શકે ? અવશ્ય થઇ શકે. જે નજ હોય, તે એવાં ક્ષેત્રના મનુષ્ય, કે જ્યાં તે પુષ્પો ન થતાં હેય, પ્રભુપૂજાથી વંચિત જ રહે. બધે મારે તે ત્યાં સુધી માનવું છે કે, પ્રભુની આજ્ઞા એવી પણ ન હોવી જોઈએ અને છે પણ નહિં કે-અમુક ક્રિયામાં અમુક વસ્તુ ન હોય તે તે ક્રિયા થઈજ ન શકે. એક જાતના કુલના બદલામાં બીજી જાતનું ફૂલ હોય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com