________________
સમયને ઓળખે. આવી જ શુદ્ધિ જૈન સમાજના હેટા વર્ગમાં પણ કરવાની છે. અને તે તરફ સતત પ્રયત્નની આવશ્યકતા છે. મલકાના રજપૂતેમાં જેટલા અંશે મુસલમાનપણું પેસી ગયું હોય છે, તેટલા અંશે તેમને શુદ્ધ કરી શુદ્ધ હિંદુ બનાવવામાં આવે છે, તેમ આર્યાવત્તની આર્ય પ્રજામાં જેટલા અંશે અનાયત્વ પેસી ગયું હોય, તેટલા અંશે તે અનાર્યવનાં ચિહ્નો દૂર કરી શુદ્ધ આય બનાવવાની આવશ્યકતા છે અને આટલી જ આવશ્યકતા જેમાં જે અજૈનત્વ પેસી ગયું હોય, તેને દૂર કરાવી શુદ્ધ જૈન બનાવવાની. છે. બસ, આનું નામ છે શુદ્ધિ. આવી શુદ્ધિને કોણ પસંદ ન કરે. સફેદ વસ્ત્રમાં કાળો કે કઈ પણ જાતને ડાઘ પડી ગયું હોય, તેને દૂર કરવાનું કારણ પસંદ ન કરે ? આવી શુદ્ધિ તરફ અત્યારે જ નહિ, ઘણા લાંબા કાળથી પૂર્વાચાર્યો લક્ષ આપતા જ રહ્યા છે. જેનોમાં જ નહિ, ગમે તેમાં પણ પેસેલી અશુદ્ધિ દૂર કરાવી તેને શુદ્ધ કરવાનું કામ આપણા પૂર્વાચાર્યોએ કર્યું છે. રત્નપ્રભસૂરિ મહારાજે લાખો ક્ષત્રિયોને એસવાલ બનાવ્યા, એટલે શું કર્યું ! શું તેમને ક્ષત્રિય મટાડી વાણીયા-વૈશ્ય બનાવ્યા ? નહિ, એમનામાં જે અશુદ્ધિ-અપવિત્રતા પેસી ગઈ હતી, તે દૂર કરાવી. શુદ્ધ ક્ષત્રિય બનાવ્યા, અશુદ્ધતા–અપવિત્રતા દુર કરવાથી કંઈ તે ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ હેતું મટી ગયું. બકે તેમનું ક્ષત્રિયત્વ વધારે નિર્મળ થયું હતું. આવી જ રીતે હીરવિજયસૂરિ મહારાજે મુસલમાન સમ્રાટ અકબરને શુદ્ધ કર્યો. એટલે શું કર્યું ? તેનામાં જે અપવિત્રતા-અશુદ્ધિ પેસી ગઈ હતી, તે દૂર કરાવી. આથી સમ્રા અકબરનું મુસલમાનવ નહેતું મટી ગયું. બલ્ક તેનું શુદ્ધ મુસલમાનવ-ખુદાની આજ્ઞા પ્રમાણે સમસ્ત જીવો ઉપર રહેમ રાખવી :-પ્રકટ થયું હતું. આવી જ રીતે જે જૈનોમાં–જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com