________________
સમયને ઓળખે.
મારા વિચારે જણાવ્યા છે. એ વિચારે કેઈને ગમ્યા હશે. કોઈને નહિં પણ ગમ્યા હોય, પરંતુ જૈન સમાજની પરિસ્થિતિએ મને આ વિચારે લખવાને પ્રેર્યો છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, શાસ્ત્રને બાધ ન આવે એવી રીતે મારા વિચાર પ્રકટ કરવામાં હું મારૂં કર્તવ્ય સમજ્યો . મારું દઢ મન્તવ્ય છે કે પોતાની મતલબ સાવધાની ખાતર શાસ્ત્રોનાં વાક ઉપર બધી બાબતની તપાસ કર્યા વિના, માત્ર તેને પિતાના પક્ષમાં ખેંચી લેવાં, એ શાસ્ત્રો અને શાસ્ત્રકારને દ્રોહ કરવા બરાબર છે. વળી કેવળ શાસ્ત્રોના આધાર ઉપરજ કઈ પણ બાબતની ઇમારત ચણવી, એ પણ પ્રભુ આજ્ઞાની વિરેાધના કરવા બરાબર છે. શાસ્ત્રોની સાથે સંગે પણ જોવાની જરૂર છે. દ્રવ્ય ક્ષેત્ર-કાળ ભાવને જોઇને દરેક કાર્ય કરવાની પ્રભુઆજ્ઞા દરેકે માન્ય રાખવી જોઈએ. અને જો તેમ થાય તો જ અત્યારે જે કલેશ, જે વૈમનસ્ય, જે છિન્નભિન્નતા આપણે જોઈએ છીએ, તે ઘણે અંશે ઓછા થઈ શકે. લેકેને અધર્મ પામવાનું પણ કારણ નહિ રહે. પરંતુ હા, તેમાં પોતાના સ્વાર્થને કેટલેક અંશે જ કરે પડશે. હદયમાં ભરાઈ રહેલા આકંઠ લેભને ઓછો કરવો પડશે. કંઇક ઉદાર પણ થવું પડશે. પરંતુ શાસનને ઘણું લાભ થશે.
લભવૃત્તિના કારણે માણસે મર્યાદા મૂકે છે. વખતે મનુષ્યત્વથી પણ બહાર નિકળી જાય છે. સત્યસ્વરૂપને પ્રકાશ પણ મનુષ્યને ઘોર અંધકાર સ્વરૂપ દેખાય છે. વખતે મર્યાદા ત્યાં સુધી મૂકાય છે કે હડકવા હાલ્યા જેવું થાય છે. પરંતુ સમજવું જોઈએ કે તેમાં પિતાના જ ભાગ્યને દોષ છે. જગત તે પોતાને જે ઠીક લાગે-જે જે સમુચિત જણાય, તેનો પ્રકાશ કરે છે. એ પ્રકાશથી આપણા સ્વાર્થને ધક્કો પહોંચે અને તેથી આપણે અકળાઈએ કે બીજાને
૨૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com