________________
કંઈ શીખશે કે ?
બહાર નીકળે ! પરધર્મસહિષ્ણુતા ધારણ કરે. કોને સહન કરી ઘરે ઘરે ભગવાન મહાવીરને સત્ય સદેશ સંભળાવો ! અને તમારા ભક્તિ પાસે તમારી મહિમા માટે દિવ્ય ન ખરચાવતાં જૈન ધર્મના પ્રચાર માટે ખરા. તેજ સમાજ બચશે ! તેજ ધર્મજીવિત રહેશે ! તેજ બીજાની હામે ટકકર ઝીલી શકશે, તેમજ તેનું ગૌરવ ચારે તરફ ફેલાશે ! તેજ લેકે આકર્ષશે ! અને તોજ લેકે જૈનધર્મને અપનાવશે !
મહાનુભાવો, કેવળ બાર લાખ મનુષ્યને જ જૈન ધર્મ ન હાય ધર્મ તે જગત માત્રને ગ્રાહ્ય હોય ! ગ્રહણ કરવા ઘો, અને ગ્રહણ કરે તેની સાથે એકત્વભાવથી વર્તાવ કરે, તેની સાથે બધી છૂટે કરી . તોજ દુનિયા જૈનધમની શીતળ છાયામાં આવશે. શીખવાને માટે–જાણવાને માટે સ્વામી દયાનંદ શતાબ્દિને એકજ પ્રસંગ કાફી છે. તેઓની ઉદારતા જાઓ, તેમનું સામાજિક અભિમાન જૂએ, તેઓનું સંગઠન જાઓ, તેઓને પ્રેમભાવ જૂઓ તેઓની પરધર્મસહિષ્ણુતા જૂઓ, તેમની તેમના ગુરુ પ્રત્યેની પૂજા બુદ્ધિ જૂઓ. શીખશો કંઇ ? તેથાંથી ઘણું શીખી શકે છે! જાણી શકે છે ! લઈ શકે છે ? ચેતવાને પ્રસંગ છે; ચેતવું જરૂરનું છે. અંતિમ પ્રાર્થના છે કે ચેતે, નિવેદન છે કે ચેતે, શાસનના ભલા માટે ચેતે; અને નહિ તે લાખના બાર હજાર કરશે, એટલું જ નહિં પરંતુ આખરે એવા સ્થાનમાં રહેશે કે જ્યાં આંસુ લૂછનારે કેઈ નહિં મળે, એવા સ્થાને લૂટાશે કે તમારી ચીસ સાંભળનારે કે નહિં મળે અને એવા ઊંડાણમાં ડૂબશે કે જ્યાંથી હાડકાના યે પત્તો નહિ મળે ! શાસનદેવ ! સર્વને બુદ્ધિ આપો !
૮૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat