________________
સમયને ઓળખે. ભગવાનના નામે પૂજાવી રહ્યા છે ? તમારા ભકતો, જેમાં તમે ગીત ગાઓ છે-જેની હામાં હ મેળવે છે, તેઓ તમારી વાહ વાહ ગાય, એથી તમે જૈન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એમ માની જુલાઓ માં. અજૈન પ્રજા ઉપર જૈન ધર્મની છાપ પાડે. બીજાએને જૈનધર્મના રાગી બનાવો. તમને જેનધર્મનું અભિમાન છે ? જૂઠી વાત ! તમે તમારી કીર્તિને જેટલી ચાહે છે, તેટલો જૈન ધર્મને કયાં ચાહે છે ? અંતઃકરણના અવાજથી તમે કહે. તમને જેટલે તમારૂં મહત્વ બતાવવા તરફ પાર છે, એટલે જૈનધર્મ ઉપર છે ? જાતિયોની જાતિયે નષ્ટ થાય, જ્યાં તમે વધારે વિચરે ત્યાંનાજ જૈનમાં ખાનપાનની શુદ્ધિને તિલાંજલી દેવાય, સામાજીક સંકુચિતતાનાજ ભોગ બની હજારે યુવકે અન્ય ધર્મોમાં ચાલ્યા જાય, મંદિર ઉજડ અને વેરાન બને, નવયુવકેમાં નાસ્તિકતાને પ્રચાર થાય, બાળકને ધર્મનાં શિક્ષણ ન મળે, સમાજ ગરીબાઈમાં સબડતી જાય, હજારે મનુષ્યોને એક વખતનું અન્ન પણ ન મળે અને તમને ઉજમણાંને ઉત્સ ગમે, તમને માલપાણી ગમે, તમને સામૈયાં ગમે ! કયાં છે શાસનનો પ્રેમ ? કયાં છે સમાજની દાઝ ? કયાં છે ધર્મનું અભિમાન ? શું ધર્મગ્રંથો હાજીયાઓને સંભળાવવામાંજ જૈનધર્મની પરાકાષ્ટા છે ? જરા હૈયા પર હાથ રાખીને કહો તમને ધર્મનું અભિમાન સાચે સાચું છે ? શા માટે ઠગ છો ? શા માટે ભોળવો છે ? શા માટે ધર્મઢાંગ લઈ બેઠા છે ? હૃદયહીન થઈને ક્યાં સુધી ધર્મના નામે કેસલા ચલાવશો ? હજુ ચેતે ? સમજે ! ઘર સંભાળી ? યદિ વાસ્તવિક સાચું છે તે બીજાનું અનુકરણ કરવામાં પાપ ન માને. શીખે, કંઇ શીખે ! જગતને જુઓ ! ઈર્ષ્યાને ત્યાગ કરે ! આપસમાં મેલ કરે ! સંગઠન કરે ! એક બીજાના ગુણોની સ્તુતિ કરવામાં શ્રેયઃ સમજો !
૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com