________________
૪૩
શિષ્યનાં લક્ષણા.
૧. ગુરૂ પેાતાની સારણા--વારણાદિ કરે એવું જે ઈચ્છે નહિ અને સારાદિ કરતાં જે કાપ કરે, તે દુષ્ટ શિષ્ય ઉપદેશને પણ લાયક નથી તેા શિષ્યપણું તે તેમાં આવે જ કયાંથી?
૨. પેાતાની ઈચ્છા પ્રમાણે જાય, ઈચ્છા પ્રમાણે આવે, ઈચ્છા પ્રમાણે વર્તે, એમ ગુરૂની આજ્ઞાની અપેક્ષા ન રાખે તેવા કુશિષ્યને ઉત્તમ ગુરૂએ (તેને વધુ કર્માના બંધ ન થાય એવી કરૂણા દૃષ્ટિથી) છેાડી દેવા જોઇએ.
૩. ગુરૂઆજ્ઞામાં રહેનારા, પેાતાના જીવનની જવાખદારી ગુરૂને સાંપી નિશ્ચિંત આનંદ અનુભવનારા શિષ્ય સમ્યગ્ જ્ઞાનને પામી શકે છે અને સમ્યગ્દર્શન તથા ચારિત્રમાં અત્યંત સ્થિર બને છે. દેવા પણ તેને ચલાયમાન કરી શકતા નથી, માટે ધન્ય પુરૂષા જીવતાં સુધી ગુરૂની નિશ્રાને તજતા નથી.
૪. હિતકારી વચન પ્રાયઃ કડવુ` હોય છે, તેથી તે ઔષધની જેમ કડવું લાગવા છતાં આત્માના અનાદિ રાગેાના નાશ કરે છે.
૫. ગુરૂનું વચન (અનાદિ મેાહની વાસનાવાળા) શિષ્યને પ્રારંભમાં ભરસાડના અગ્નિની જેમ (સંતાપ) તાપ કરે છે, પણ પરિણામે કમળના દંડના સ્પર્શની જેમ તે શીતલતા ઉપજાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com