________________
૫
આ જગતમાં સર્વ જીવાને અભયદાન દેનારા–ભયથી મુક્ત કરનારા છે.
૬. જે મીનને પ્રમાદથી બચાવે છે, સ્વયં પાપ રહિત– શુદ્ધ માગે ચાલે છે અને સર્વ જીવાના હિતને ઈચ્છતા જે ભવ્ય જીવાને તત્ત્વના ઉપદેશ કરે છે, તેને જ્ઞાનીઓએ ઉત્તમ ગુરૂ કહ્યો છે.
૭. જે રાજા મહારાજાઓ કે દેવેન્દ્રોથી પૂજાવા છતાં ઉત્કર્ષ ને ધરતા નથી તથા કેાઈ નિન્દા કરે તે પણ જે દ્વેષ કરતા નથી, કિન્તુ વશ કરેલા મનથી જે ચારિત્રમાં (પોતાના સ્વરૂપમાં) રમે છે તેવા ગુરૂ રાગ-દ્વેષના નાશ કરે છે-કરાવે છે.
૮. જે જિનાગમના રહસ્યને જાણે છે, ઉત્સ-અપવાદની મર્યાદા સમજે છે, અને વિના કારણે અપવાદને આશ્રય કરતા નથી, તે શુદ્ધ પુરૂષાર્થ કારી અશઢચારિત્રી સત્ર જૈનશાસનની પ્રભાવના કરે છે.
ચાગ્ય કાઈ હાય તા
૯. ઉત્તમ શિષ્યને ધ્યાન કરવા
ગુરૂની મૂતિ-આકૃતિ છે, સેવા કરવા ચાગ્ય ગુરૂના ચરણા છે, મહામત્ર તુલ્ય ગુરૂનું વાકય છે, અને મેાક્ષપ્રાપ્તિ માટે જરૂરી એક જ ગુરૂ કૃપા છે. અર્થાત ઉત્તમ ગુરૂની આકૃતિનું ધ્યાન કરવાથી, તેના ચરણની સેવા કરવાથી અને એના વચનને મન્ત્ર તુલ્ય માની પાલન કરવાથી શિષ્ય ગુરૂની કૃપાને મેળવી શકે છે · અને ગુરૂકૃપાને મળે સંસારમાંથી પેાતાના નિસ્તાર કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com