________________
ક૭
૬. ઉત્તમ શિષ્યો ગુરૂની સેવા એવા પ્રસન્ન ચિત્ત કરે છે
કે પંથક સાધુની જેમ ગુરૂને પણ તે સંસારથી પાર
ઉતારે છે. ૭. ગુરૂની સાથે રહેવા છતાં જે ગુરૂથી પ્રતિકૂળ વર્તન
કરે છે, તેઓને ગુરૂકુળવાસ નિષ્ફળ છે, અથવા ઉલટ સંસાર વર્ધક–હાનિકારક છે. માટે મોક્ષાથી સાધુ ગુરૂની સેવાને મોક્ષનું પ્રથમ અંગ (પ્રબળ કારણ) માનતે ગુરૂની ઈચ્છાને વશ બની જાય છે અને છેડી પણ મન-વચન-કાયાથી ભૂલ થાય તે નિષ્કપટ ભાવે ગુરૂને તે જણાવી પ્રાયશ્ચિત્ત કરે છે. જે પિતાના પરિણામને વારંવાર ગુરૂની આગળ જણાવે છે, જે ગુરૂના હદયના ભાવને ઈગિત આકારથી જાણી તે પ્રમાણે વતે છે, અને જે મુક્તિ માટે સતત પ્રયત્નશીલ (અપ્રમત્ત) રહે છે, તેને સાચે શિષ્ય કહે છે. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ કે માસક્ષમણ વિગેરે અતિ આકરાં તપ કરવા છતાં ગુરૂ આજ્ઞાને વિરાધે
છે તે અનંત સંસારી થાય છે. ૧૧. સર્વ ક્રિયાઓ કરનાર અને ગુણવામાં અગ્રેસર પણ
શિષ્ય ગુરૂઆશાની આરાધના વિના સિદ્ધિ પામતું નથી. ૧૨. ગુરૂના મુખમાંથી નીકળતા શબ્દ સર્વપાપના પ્રાય
શ્ચિતરૂપ બને છે, કોઈપણ બીજી ક્રિયા નહિ કરનારે છતાં ગુરૂ વચનને અનુસરનારો સર્વ કર્મથી મુક્ત થાય છે, પણ જે ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેની કોઈ (જિનાજ્ઞાને અનુસરતી) ક્રિયા પણ સફળ થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com