________________
સંયમના અર્થી બનાવ્યા અને ચૌદ વર્ષની ન્હાની ઉમ્મરમાં વિ. સં. ૧૯૬૭ ના મહા વ ૫ ના રોજ તે કાળે પં શ્રી આનન્દસાગરજી ગણિવર (સાગરાનન્દસૂરીશ્વરજી) પાસે દીક્ષા અપાવી. વર્તમાનમાં તેઓ તેમના પટ્ટધર શ્રીમાણે કસાગરસૂરિજી તેઓના સમુદાયના મુખ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.
હીરાકુંવર હેનને પિતાને આત્મા પણ સંયમ માટે ઉત્કતિ થતું ગયું અને આખરે છેલ્લા છ મહિને નાઓમાં મૂળથી સર્વ વિગઈઓને ત્યાગ કરી શીધ્ર સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કરી લીધું. ગૃહસ્થજીવન દરમ્યાન કરેલી જિનભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મક્રિયાઓએ તેમના આત્માને વૈરાગ્યના રંગથી રંગી દીધું અને વડીલેની સમ્મતિ દુર્લભ માની સ્વયં સંયમ લેવા તૈયાર થયાં. વિ. સં. ૧૯૬૭ના જેઠ વદ ૬ ના મંગળ પ્રભાતે સુરતની પાસે જલાલપુર જવા માટે ઘેરથી નીકલતાં શુભ શકુનાદિ ઉત્તમ નિમિત્તા મળતાં તેમને ઉત્સાહ વધી ગયે અને ત્યાં જઈ શ્રીશાન્તિનાથ પ્રભુની છેલ્લી દ્રવ્ય પૂજાભક્તિ આદિ માંગલિક કરી સ્વયમેવ સાદેવીને વેશ ધારણ કરી લીધો.
છાણ અને જમ્બુસર સમાચાર પહોંચી ગયા, પુરૂ ષોત્તમદાસ તુર્ત ત્યાં પહોંચ્યા અને કરવા યોગ્ય શક્ય પ્રયત્નો કર્યા છતાં ત્યાંના સંઘની સમજાવટથી અને હીરાકુંવર
હેનના દઢ નિશ્ચયથી આખરે મન શાન્ત કરી તેઓ પાછા જમ્બુસર ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com