________________
૧૫
આપતાં, વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ વર્તાવ તે કાળે એક મોટા દૂષણ તરીકે મનાતે, એથી વૈરાગી પણ આત્માઓ માતાપિતાદિની ઈચ્છાને આધીન બની સંસારના માર્ગે ચઢી જતા.
હીરાકુંવર માટે પણ પ્રાયઃ એવું જ બન્યું. કાવી અને ગન્ધારની વચ્ચે આવેલા જબુસર નામના શહેરમાં પ્રતિષ્ઠાવન્ત શેઠ પાનાચંદભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબેન રહેતાં હતાં, તેઓને પુરૂષોત્તમદાસ, મેહનલાલ અને બાલુભાઈ નામે ત્રણ પુત્રો ઉપરાન્ત આદિતી નામે એક પુત્રી હતાં. વ્યવહાર અને કુલાચારથી પ્રધાન એ કુટુમ્બમાં પુરૂષોત્તમદાસની સાથે હેન હીરાકુંવરનું વેવિશાળ કરી માતાપિતાએ જાણે પોતાને માથેથી ઋણ ઉતારવું હોય તેમ તેમનું લગ્ન પણ કરી નાખ્યું. હીરાકુંવર બહેન કુમારિકા મટીને ગૃહિણું બન્યાં, પણ તેનું ચિત્ત એમાં માન્યું નહિ. ધનાઢય ઘરમાં ભેગની વિપુલ સામગ્રી પણ તેમને આકર્ષી શકી નહિ, બલકે વૈરાગ્ય દઢ થતો ગયો. પરિણામે સંયમ ન લેવાય ત્યાં સુધી છવિગઈઓને સામાન્ય રૂપે ત્યાગ કરી પોતાની સંયમની ભાવના પ્રગટ કરી. ભર યૌવનમાં સાંસારિક સુખોના મનોરથ સેવતા પુરૂષોત્તમભાઈ તે ન પીગળ્યા, પણ તેમનાં માતાપિતા કે સાસુ-સસરાને પણ તેની અસર થઈ નહિ. એમ છતાં સત્ત્વ કેળવી હીરાકુંવર બહેન પિતાના માર્ગે અડગ રહ્યાં. એમ સેળ વર્ષ જેટલા લાંબા કાળ વહી ગયે, તે ગાળામાં પોતાના બે દીયરે પિકી ન્હાના દીયર મેહનભાઈમાં વૈરાગ્યને રંગ પૂરી તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com