________________
શનની શરૂયાત થઈ હતી. શ્રી એ. વી. પટેલ (સી. એમ. જી, એમ. એલ. એ., એમ. એલ. સી.) એ પ્રમુખ સ્થાનેથી બેલતા આફ્રિકાના જુદા જુદા પ્રદેશના તેમ જ જુદા જુદા દરના હિંદુઓનું પ્રતિનિધિત્વ ધરાવતા આ સંમેલની વિશાળતાને જોઈને ઘણી પ્રસન્નતાની લાગણી. વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે –“સમન્વયની ભાવના, વિવિધતાની અંદર રહેલા એક્તાનું દર્શન તથા સમીકરણ કરવાની એટલે કે પચાવી લેવાની શકિત–ભારતીય સંસ્કૃતિની એ ત્રણ ખાસ વિશેષતા છે. પરંતુ છેલ્લા કેટલાક સમય સુધી ભારતવાસીઓએ પિતાની સંસ્કૃતિની આ વિશિષ્ટતાને વિસરી ગઈ લાગે છે. તેથી કરીને ભારત ભૂમિમાં આવી પડેલી કેટલીક અર્વાચીન સંસ્કૃતિઓને તેઓ પચાવી લેવામાં અસમર્થ જ નીવડ્યા છે અને તેને પરિણામે જ, તેમને અસંખ્ય આપત્તિઓની પરંપરાઓ-. માંથી પસાર થવા પડયા છે અને છેવટે ભારત વિભાગ રૂપી અસહ્ય અને ઘેરતર વિપત્તિને પણ સાંખી લેવી પડી છે.”
શ્રી અંબાલાલ સાક્ષર, શ્રી રામભાઈ ત્રિવેદી, શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રી, શ્રી એચ. ડી. ત્રિવેદી, શ્રી કે. એન. જાની, સ્વામી પરમાનંદજી, શ્રી નિર્મળાબેન ભટ્ટ વગેરે વકતાઓએ ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના જુદા જુદા પહેલ ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં.
સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ પિતાના છેલ્લા ભાષણમાં જણાવ્યું હતું કે-“પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓ પિતાની સંસ્કૃતિમાંથી વિચૂત થયા નથી. પિતાની સંસ્કૃતિને તેઓ સમજી શકે છે અને તેની કદર પણ તેઓ કરે છે. આ સંમેલનથી એની પ્રતીતિ અમને મળી. રહી છે. કોઈપણ જાતિને દુનિયામાં જીવવું હોય તે વ્યકિતગત ચેતના તેમ જ સામાજિક ચેતના આ બંને પ્રકારની ચેતનાની તેને જરૂર રહે છે. માત્ર થોડીક વ્યકિતઓના જીવનની સિદ્ધિને જ એક આખી જાતિની સિદ્ધિ તરીકે ન ગણી શકાય. માત્ર શ્રી ટાગેર, ગાંધીજી કે વિવેકાનંદજીની લિહિ જ ભારતીય જાતિ માટે પૂરતી નથી. અમે ભારતવાસી માત્ર
જ્યારે ભારતીય સંસ્કૃતિના સાચા વારસદાર તરીકે પિતાને પરિચય માપવાને લાયક બનીશું ત્યારે જ જગતમાં ભારત રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com