________________
[૪] બંગાળના વડા પ્રધાન શ્રી બી. સી. રાયે કલકત્તાથી
તા. ૩: મેઃ ૧૯૪૮ ને દિને લખેલ પત્ર – ભારત સેવાશ્રમ સંઘના પ્રતિનિધિઓ ઈસ્ટ આફ્રિકા ખાતે મિશનના કામ માટે જઈ રહ્યા છે. બંગાળમાં અને હિન્દીમાં પણ તેઓ ઘણું સારું કામ કરે છે. તેઓને તેમના કાર્યમાં સગવડ આપવામાં આવશે તે હું અત્યંત આભારી થઈશ.
(સહી) બી. સી. રેય,
પ્રાઈમ મીનીસ્ટર.
[૫] હિન્દ્ર સરકારના હુન્નરેદ્યોગ અને પૂરવઠા ખાતાના અમાત્ય શ્રી શ્યામાપ્રસાદ મુકરજીએ ન્યુ દિલ્હીથી તા. ૭ઃ મેઃ
૯૪૮ને દિવસે લખેલ પત્રઃસ્વામી અદંતાનંદજીના નેતૃત્વ હેઠળ ભારત સેવાશ્રમ સંધ તરફથી એક મંડળ–હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાને પ્રચાર કરવા ઇસ્ટ આફ્રિકા કે જે ભૂમિ હિન્દ સાથે આથિક તેમ જ રાજનૈતિક રીતે સદા સંકળાએલી છે - જાય છે તે જાણીને મને અત્યંત આનંદ થાય છે. ભારત. સેવાશ્રમ સંઘ હિંદભરમાં એક સુવિખ્યાત સંસ્થા છે અને તેણે પિતાની સામાજિક અને લોકકલ્યાણકારી અથાગ સેવાઓથી છેલ્લાં ત્રણચાર દાયકાઓ થયાં લોકોના મન અને ભાવના પર ઠીકઠીક પ્રભાવ જમાવ્યો છે. હું નિઃશંક રીતે કહું છું કે ઈસ્ટ આફ્રિકામાં મા મિશન સામાજિક તેમ જ ધાર્મિક બાબતમાં સામાન્ય હિન્દી જનતામાં જ નહિ પણ સાથે સાથે બીજા લેટેમાં પણ સુંદર કામગીરી કરી શકશે. ભારતભૂમિને સાંસ્કૃતિક સંદેશ પરદેશ પહોંચાડનાર આ મિશનને તેના સાહસ કાર્યમાં હું હરેક રીતે ફતેહ વાંચવું છું, અને મને વિશ્વાસ છે કે તેથી કરીને હિન્દુ અને ઈસ્ટ આફ્રિકાના લેકે વચ્ચે પરસ્પર મમત્વ,બુદ્ધિ, અને મિત્રભાવના વધુ ગાઢ બનશે.
(સહી) શ્યામાપ્રસાદ મુકરજી, મીનીસ્ટર ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ સપ્લાય,
ઈન્ડીબા ગવર્નમેન્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com