________________
પિતાના આત્માનું શાસન ગ્રંથમાં શ્લોક પાંચમાં ઉપદેશ આપનારનાં લક્ષણ બતાવ્યાં છે કે - “જે પ્રાજ્ઞ અથવા અત્યંત બુદ્ધિમાન હય, ન્યાય, વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત, પ્રથમાનુગ, કરણાનુયોગ, ચરણાનુગ, દ્રવ્યાનુયોગ વગેરે સમસ્ત શાસ્ત્રોનાં રહસ્ય જાણતો હોય, સઘળી લેકસ્થિતિને જાણકાર હોય. આશા યાને ચાહ વગરને હેય, પ્રતિભાવંત હોય, જેના પરિણામમાં પ્રશમ (શાંતિપૂર્ણ વૈરાગ્ય) હેય, પ્રશ્નકર્તાના પ્રશ્નોને સહન કરી સંતોષપ્રદ ઉત્તર આપનાર હોય, બીજાઓનાં મન સંતુષ્ટ થાય તેવો પ્રભાવ અને જેનામાં શ્રોતાજને પૂર્ણ શ્રદ્ધા મૂકે તે હેય, બીજાઓની નિંદા ન કરતે હોય, ગુણોની નધિરૂપ હય, જેની વાણી બીલકુલ સ્પષ્ટ અને મધુર હોય તેવા ગુણી યાને આચાર્ય ધર્મકથા કહેવા યોગ્ય છે, અન્યથા નહીં.
આ શ્લેકનાં લક્ષણે વગરના અધ્યાત્મના ઉપદેષ્ટાએ સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન મેળવ્યા વિના અને ચારે અનુગોનાં રહસ્ય જાણ્યા વિના હાકે રાખે છે! ને તેથી પ્રશ્નોના જવાબ આપતા નથી અરે ! પ્રશ્ન થાય તે સહન પણ કરી શકતા નથી ને કદાચ જવાબ આપે છે તે અધુરા હેય છે અથવા શ્રોતાને ઉતારી પાડનારા હોય છે અગર અદ્ધર તાલ હેય છે. લોકસ્થિતિનું એટલે કે અત્યારના શ્રાવકની ગતિરીતિ અને કક્ષાનું જ્ઞાન પણ તેમને નથી નહિતર દાનપૂજા વ્રતાદિને હેય જાહેર કરત નહિ ને તેમ કરવાથી શ્રોતાઓનું ધાર્મિક અને નૈતિક સ્તર કેટલું નીચું આવે છે ને તેનું કેવું માઠું પરિણામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com